૧૨ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા શિવસેનાની અરજી
મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે તાકાત અને રાજકીય રમત તેજ બની ગઈ છે. બળવાખોર નેતાઓની સંખ્યા ૪૦ સુધી પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં સીએમઉદ્ધવ ઠાકરે પાસે ખૂબ જ મર્યાદિત વિકલ્પો બાકી છે. આવી સ્થિતિમાં ૧૨ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે અરજી કરવામાં આવી છે.
શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે જૂથે પાર્ટીના ૧૨ ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ સાથે આ અરજી આપી છે. જેમાં બળવાખોર જૂથના નેતાઓ એકનાથ શિંદે અને ભરત ગોગાવાલેનું નામ પણ સામેલ છે. આ અંગે અરવિંદ સાવંતે કહ્યું હતું કે, ગુરૂવારે બપોરે અમે ૧૨ ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે.
એનસીપીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નરહરિ ઝિરવાલ (ડેપ્યુટી સ્પીકર) હાજર નહોતા રહ્યા. તેમણે કહ્યું હતું કે, આ ૪૪ પાનાની અરજી છે અને તેથી સમય લાગ્યો હતો. કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. પાર્ટી તરફથી વ્હીપ જાહેર કરવા છતાં તેઓ બેઠકમાં આવ્યા નહોતા. તેથી તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે. અમારી અરજી સ્વીકારવામાં આવી છે.
જે ૧૨ ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે તેમના નામ આ મુજબ છે તેમાં મહેશ શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપન ભુમરે, ભરતસેઠ ગોગાવલે, સંજય શિરસાટ, યામિની જાધવ, પ્રભાકર સુર્વે, તાનાજી સાવંત, એકનાથ શિંદે, બાલાજી કિનિકાર, અનિલ બાબર, લતા સોનવાનેનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ તરફથી ‘આકરા પડકાર’નો સામાનો કરી રહી છે. શિંદે જૂથની તાકાત સતત વધી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ ૪૦ ધારાસભ્યો શિંદે સાથે જાેડાયા છે. રાજકીય સંકટને વચ્ચે શિવસેનાના સહયોગી એનસીપીઅને શિવસેનાએ ઉદ્ધવ સરકારમાં પોતપોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.
રાજ્યમાં રાજકીય સંકટને લઈને રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સીએમઉદ્ધવ ઠાકરે પ્રત્યે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે પણ આવા જ સંકેતો આપ્યા છે. એનસીપીનેતા અને ડેપ્યુટી સીએમઅજિત પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જે પણ રાજકીય પરીસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં અમે ઉદ્ધવ ઠાકરે સાથે સંપૂર્ણ રીતે ઉભા છીએ. તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક બાદ કહ્યું હતુ કે, ‘જાે શિવસેના ઈચ્છે તો કોંગ્રેસ તેને બહારથી પણ સમર્થન આપવા તૈયાર છે’.SS2KP