૧૨ વર્ષની કિશોરીની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ
સુરત ,સુરત ક્રાઈમની બાબતમાં રાજ્યમાં સૌથી આગળ નીકળી ગયું છે. અહીં હત્યા, હત્યાના પ્રયાસ, દારુ અને છેડતીના બનાવો હવે લગભગ રોજ નોંધાતા રહે છે. સુરતમાં ગુનેગારોને પોલીસનો ડર જ રહ્યો ન હોય તેવી છબિ ઉપસી રહી છે. આ જ વાતની સાબિત કરતો એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં બન્યો છે. જ્યાં એક ૧૬ વર્ષના સગીરે એક બિલ્ડિંગની લિફ્ટમાં ૧૨ વર્ષની સગીરાને એકલતાનો લાભ લઈ બાથમાં ભીડી લીધી હતી.
જાેકે, સગીરાએ સમજદારી વાપરી નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા લિફ્ટ ઊભી રહી ગઈ હતી અને દરવાજાે ખૂલતા કિશોર બહાર નીકળી ગયો હતો. બાદમાં કિશોરીએ આ વાત તેના પિતાને કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ નીચ હરકત કરનારા કિશોરને ઝડપી લીધો હતો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષની કિશોરી માતાજીના મંદિરે દર્શન કરવા આવી હતી.
જે બિલ્ડિંગમાં તેના પિતાની દુકાન છે, તે જ બિલ્ડિંગના ત્રીજા માળે મંદિર આવેલું છે. તે દર્શન કરીને લિફ્ટમાં ઉતરી રહી હતી, ત્યારે ૧૬ વર્ષનો એક છોકરો પણ લિફ્ટમાં ઘૂસ્યો હતો.લિફ્ટનો દરવાજાે બંધ થતા જ તેણે કિશોરીને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું અને પછી તેને બાથમાં ભીડી લીધી હતી. લિફ્ટ નીચેના માળે ઊભી રહેતા જ કિશોરે ઉપર જવા માટેનું બટન દબાવી દીધું હતું. કિશોરની આ હરકતથી કિશોરી ડઘાઈ ગઈ હતી.
જાેકે, તેણે હિંમત દાખવી નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા લિફ્ટ ઊભી રહી હતી અને તેનો દરવાજાે ખૂલતાં કિશોર બહાર નીકળી ગયો હતો.લિફ્ટમાંથી બહાર આવ્યા પછી કિશોરીએ તેના પિતાને આ અંગે જાણ કરી હતી. તેના પિતાએ લિફ્ટમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી હતી, જેમાં કિશોરની આ હરકત કેદ થઈ ગઈ હતી. બાદમાં પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.પોલીસે છેડતી કરનારા કિશોરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS3KP