૧૨ વર્ષની દુલ્હનને પરણવા ૫૦ વર્ષનો દુલ્હો પહોંચ્યો
રાજસ્થાનના આધેડ દુલ્હાને પકડીને લોકોએ જાેરદાર ધોઈ નાંખ્યો અને ત્યારબાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો
સીતામઢી: ૧૨ વર્ષની દુલ્હન અને ૫૦ વર્ષના આધેડ દુલ્હો હોય એવું સપનામાં પણ વિચારમાં ન આવી શકે. પરંતુ ઢગા સાથે માસૂમ બાળકીના લગ્ન કરવાની ઘટના બિહારના સીતામઢી સામે આવી હતી. માસૂમ સાથે લગ્ન કરવા માટે દુલ્હો રાજસ્થાનથી છેક બિહાર પહોંચ્યો હતો. બિહારના સીતામઠી જિલ્લાના એક ગામમાં પહોંચ્યો હતો. અહીં દલાલોએ બધું જ રેડી રાખ્યું હતું.
માસૂમ બાળકી સાથે લગ્ન કરાવવાની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ દુલ્હો નવી નવેલી સગીર દુલ્હનનો દીદાર કરે તે પહેલા જ ગ્રામીણોએ જાેરદાર ખાતીરદારી કરી નાંખી ત્યારબાદ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ ઘટના નાનપુર પ્રખંડના બહેડા ગામનો હોવાની વાત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક સગીરાના લગ્ન ગામના જ રજિયા ખાતૂન નામની મહિલા દલાલ અને કૃષ્ણનંદન નામના પુરુષ દલાલ દ્વારા રાજસ્થાનના અજમેર વિસ્તારમાં રહેતા ગોપાલ રામ નામના વ્યક્તિ સાથે નક્કી થયા હતા. નક્કી કરેલી તારીખે ગોપાલ લગ્ન કરવા માટે રાજસ્થાનથી
સજીધજીને આવી પહોંચ્યો હતો. અને તે શહેરના કૃષ્ણા કોમ્પ્લેક્સમાં રોકાયો હતો. આ દલાલોએ લાલતમાં આવીને સગીરાને લગ્નના કપડાં પહેરાવીને લઈ ગયા હતા. આ વચ્ચે ગામના લોકોને આ વાતની ગંધ આવી ગઈ હતી. ગુસ્સે ભરેલા લોકોએ લગ્ન સ્થળ કૃષ્ણા કોમ્પ્લેક્ષ ઉપર પહોંચી ગયા હતા. અને ૫૦ વર્ષીય આધેડ દુલ્હાને જાેઈને ગુસ્સાથી લાલ થઈ ગયા હતા અને આધેડ દુલ્હાને પકડીને લોકોએ જાેરદાર ધોઈ નાંખ્યો હતો. અને ત્યારબાદ પોલીસને જાણ કરીને પોલીસના હવાલે કર્યો હતો. આમ ગામ લોકોની સતર્કતાથી એક માસૂમની જિંદગી બર્બાદ થતા બચી ગઈ હતી.