૧૨ વર્ષ બાદ પરદા પર અજય-કાજોલ સાથે જોવા મળશે
![68th national film awards](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Tanhaji.jpg)
મુંબઇ, અજય દેવગણની ચર્ચિત ફિલ્મ ‘તન્હાજી’ રીલીઝ પહેલા ચર્ચાઓમાં છે. ‘તન્હાજી’ ધ અનસંગ વોરિયરમાં અજય દેવગણ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે, જે ૧૭ મી શતાબ્દીના યોદ્દા અને છત્રપતિ મહારાજની સેનામાં મરાઠા સમ્રાજયના સંસ્થાપક હતા. ફિલ્મનું ટ્રેલર ૧૯ નવેમ્બરના રીલીઝ કરવામાં આવશે. સોમવારે અજય દેવગણે ફિલ્મથી જોડાયેલ એક પોસ્ટર રીલીઝ કર્યું, જેમાં તેમની અભિનેત્રી પત્ની કાજોલ સાવિત્રીબાઈ માલસુરેના રૂપમાં મરાઠી લુકમાં જોવા મળી રહી છે.
કાજોલ આ ફિલ્મમાં અજય દેવગણની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. સોશિયલ મીડિયામાં અજય દેવગણે ફર્સ્ટ લુક જાહેર કરતા લખ્યું છે કે, “સાવિત્રીબાઈ માલુસરે, તન્હાજીના સાહસનો સહારો અને તેમના બળની શક્તિ.” ફિલ્મ “તન્હાજી” ધ અનસંગ વોરિયર સિનેમાઘરોમાં ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રીલીઝ થશે. જ્યારે, આ ફિલ્મમાં લાંબા સમય બાદ અભિનેત્રી જ્યા બચ્ચન પણ જોવા મળશે.