૧૨.૩૮ ઈંચના કાનવાળા કૂતરાને ગિનિસ બુકમાં સ્થાન
સાલેમ, કૂતરાએ ૧૨.૩૮ ઈંચ લાંબા કાનના કારણે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ છે. ઓરેગોન મહિલાના કૂતરાના કાનની લંબાઈ સામાન્ય કૂતરાની સરખામણી કરતા ઘણી વધારે છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ કહ્યુ કે ૩ વર્ષના કૂતરા લૂ ના કાનની લંબાઈ કૂતરામાં સૌથી વધારે છે તેથી તેને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા આપવામાં આવી છે.
આ કૂતરાની માલકિને કહ્યુ કે તેઓ હંમેશાથી જાણતા હતા કે લૂ ના કાન અસાધારણ રીતથી લાંબા હતા, પરંતુ કોરોના મહામારી દરમિયાન તેને માપવાનો ર્નિણય કર્યો. પશુ ચિકિત્સાકર્મી ઑલસેને જણાવ્યુ કે કાળા રંગના લૂ ના સુંદર અને લાંબા કાન હોય છે, કેટલાક બીજાની તુલનામાં થોડા લાંબા હોય છે.
ઑલસેને કહ્યુ કે લૂ ના ખાસ કરીને લાંબા કાનોને કૂતરા માટે કોઈ શારીરિક સમસ્યા પેદા કરી નથી. તેમણે કહ્યુ, દરેક તેમના કાનોને સ્પર્શવા ઈચ્છે છે, કોઈને પણ માત્ર એક નજરમાં તેનાથી પ્રેમ થઈ જવુ સ્વાભાવિક છે. ઑલસેને કહ્યુ કે લૂ ડૉગ શોમાં પણ એક પ્રતિયોગી છે અને તેમના અમેરિકન કેનેલ ક્લબ અને રેલી ઓબેડિયન્સમાં ખિતાબ અર્જિત કર્યો છે.SSS