Western Times News

Gujarati News

૧૩૨ દિવસ બાદ ૩૦ હજારથી ઓછા કેસ નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં કોરોનાને લઈ થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. ૧૩૨ દિવસના લાંબા સમયગાળા બાદ એક દિવસમાં સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા ૩૦ હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ ૪ લાખની નીચે થઈ ગઈ છે. ૧૨૪ દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા ૪ લાખથી નીચે આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ૧૬૦ દિવસ બાદ પહેલીવાર એક દિવસમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૯,૬૮૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૧૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૩,૭૧,૯૦૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૪,૧૯,૧૨,૩૯૫ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૬ લાખ ૨૧ હજાર ૪૬૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૨,૩૬૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૯૮,૧૦૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૧,૩૮૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૫,૯૧,૬૪,૧૨૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

સોમવારના ૨૪ કલાકમાં ૧૭,૨૦,૧૧૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૫,૯૧,૬૪,૧૨૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૭,૨૦,૧૧૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે કોરોનાના ફક્ત ૩૧૨ એક્ટિવ કેસ છે જ્યારે તે પૈકીના ૦૫ દર્દીઓ જ વેન્ટીલેટર છે.

રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૮,૧૪,૩૫૬ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં ૧૦,૦૭૬ દર્દીઓનો કોરોના વાયરસા કારણે જીવ ગયો છે. ગુજરાતમાં સોમવારે કુલ ૧,૭૫,૯૭૧ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ અને બીજાે ડોઝ મળીને કુલ ૩૧૮૦૬૨૫૨ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.