Western Times News

Gujarati News

૧૩ ઓગસ્ટના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન

મહેસાણા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,મહેસાણા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર,જિલ્લા અદાલત રાજમહેલ,મહેસાણામાં તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તારીખઃ-૧૩-૮-૨૦૨૨ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકથી નેશનલ લોક અદાલત અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો,મોટર એક્સિડન્ટ ક્લેઇમ પીટીશન,નેગોશીયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ચેક રીટર્નના કેસો,ભરણપોષણના કેસો,ફેમિલી કેસો,જમીન વળતરના કેસો,મજૂર કાયદાને લગતા કેસો,મહેસુલી તકરારના કેસો,વીજ તથા પાણી બીલ(ચોરી સિવાયના) કેસો,ભાડાના,બેંક વસુલાત,સુખાધિકાર હક્ક,મનાઈ હુકમ,દેવ વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસો મૂકી શકશે.જેની જાહેર જનતાને તથા તમામ પક્ષકોરોને જાણ કરવામાં આવે છે.

વધુમાં જે સબંધકર્તા ઇસમો પોતાના પેન્ડિંગ કેસો લોક અદાલત મુકવા ઇચ્છુક હોય તિ તેઓએ સબંધિત કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવ સત્તા મંડળ,મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો તા.૧૦-૦૮-૨૦૨૨ સુધી કે તે પહેલા સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

વધુમાં જણાવવામાં આવે છે કે,કાનૂની સેવા સત્તા મંડળ,અધિનિયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રિફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સબંધકર્તા તમામ પક્ષકારોને તેઓના કેસો લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે એવું સેક્રેટરી,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,મહેસાણાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.