૧૩ કરોડના ચોરીના સોના સાથે દિલ્હીનો ચોર જબ્બે
નવી દિલ્હી, દિલ્હીના કાલાકાજી વિસ્તારમાં અંજલી જ્વેલર્સમાંથી કરોડો રૂપિયાના ઘરેણા ચોરી કરી ચોર રીક્ષામાં ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે આરોપી મોહમ્મદ શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની પાસેથી ૧૩ કરોડની કિંમતનું ૨૫ કિલો સોનું જપ્ત કરી લીધું છે. શેખે જ પીપીઈ કિટ પહેરીને શોરૂમમાંથી ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો.
પોલીસના મતે આરોપી મોહમ્મદ શેખ નૂર બીજા માળની છત પરથી ઘૂસ્યો હતો. શોરૂમની આગળ પાછળ ૫ હથિયારબંધ ગાર્ડ તૈનાત હતા. તેમ છતાંય કોઇને અણસાર સુદ્ધાં આવ્યો નહોતો. સોનાના ઘરેણાંની ચોરી બાદ તેઓ બેગને ઓટોમાં લઇ ગયા હતા. આ ફિલ્મી અંદાજમાં વર્ષની સૌથી મોટી ચોરીની ઘટના હતી.
પોલીસે કહ્યું કે આરોપી મૂળ હુબલીનો રહેવાસી છે અને કાલકાજીમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે સાઉથ ઇસ્ટ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં મેન રોડ પર અંજલી જ્વેલર્સમાં ચોરીની ઘટનાની માહિતી પોલીસને અપાઇ હતી. પોલીસે ૨૪ કલાકમાં કેસનો ખુલાસો કરી દીધો.
ચોરીની આ વારદાતથી વિસ્તારમાં સનસની મચી ગઇ હતી. જ્વેલર્સમાં ડર ઉભો થયો હતો. આસપાસના લોકોનું કહેવું હતું કે દુકાનમાં સીસીટીવી કેમેરાની સાથે હથિયારબંધ ગાર્ડ પણ રહે છે. પરંતુ ચોરોએ એટલી શાતિર રીતે આખી વારદાતને અંજામ આપ્યો કે કોઇને કાનો-કાન ખબર સુદ્ધાં ના પડી.SSS