૧૩ જુને રાજીનામુ આપશે ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી
(એજન્સી)ડીસા, બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. વાવના વર્તમાન ધારાસાભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. ગેનીબેન ઠાકોર હવે બનાસકાંઠાના સાંસદ બન્યા બાદ હવે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે.
ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદ પરથી આગામી ગુરુવારે એટલે કે ૧૩ જુને વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામુ ધરશે. આ માટે તેઓ સવારે ૧૧ કલાકે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપવા માટે પહોંચશે.
આમ હવે વાવ વિધાનસભા બેઠક ખાલી થવાને લઈ પેટાચૂંટણી યોજાશે. આમ હવે વાવ બેઠક પરથી વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી વખતે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ તેઓને ૨૦૨૪માં લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા હતા.