૧૩ બોટ-૭૮ માછીમારના પાકિસ્તાન દ્વારા અપહરણ
અમદાવાદ, પાકિસ્તાન મરીન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. અરબ સાગરમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત જ છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય જળસીમામાંથી ૧૩બોટ અને ૭૮માછીમારોના અપહરણ કર્યા છે. અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા જણાઈ રહી છે.
પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે. એક અહેવાલ પ્રમાણે હાલ ૬૦૦ જેટલા ભારતીય માછીમારો અને ૧,૨૦૦ જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.
પોરબંદરમાં પાસેથી ૨ ભારતીય બોટ અને ૧૬ જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જાેકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની ૧૦ કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૩ ફિશિંગ બોટ અને ૭૮ જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે.SSS