Western Times News

Gujarati News

૧૩ વર્ષના છોકરાનું બળ જબરીથી લિંગ પરિવર્તન કરાવ્યું

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર દેશને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. દિલ્હીના ગીતા કૉલોની વિસ્તારમાં એક ૧૩ વર્ષના છોકરાનુ અમુક બદમાશોએ બળજબરીથી લિંગ પરિવર્તન કરાવ્યું હતું. જે બાદમાં તેની સાથે છ લોકોએ ગેંગરેપ કર્યો હતો.

દિલ્હી વિમેન કમિશનના કહેવા પ્રમાણે આ લોકોએ છોકરી સાથે અનેક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ભીખ માંગવા પર મજબૂર કર્યો હતો. દિલ્હીના મહિલા આયોગના કહેવા પ્રમાણે ગીતા કૉલોનીમાં રહેતા ૧૩ વર્ષના શુભમની મુલાકાત આરોપી સાથે લગભગ ત્રણ વર્ષ પહેલા લક્ષ્મીનગરમાં એક ડાન્સ કાર્યક્રમમાં થઈ હતી.

અહીં બંને વચ્ચે દોસ્તી થઈ હતી અને આરોપી તેને ડાન્સ શીખવવાને બહાને મંડાવલી લઈ ગયો હતો. છોકરાના શરૂઆતમાં અમુક ડાન્સ કાર્યક્રમમાં શામેલ પણ કર્યો હતો અને તેને થોડા પૈસા પણ આપ્યા હતા. જે બાદમાં શુભમને મંડાવલી જ રહેવાનું કહેવામાં આવ્યું હતું.

થોડા દિવસો પછી તેને નશીલા પદાર્થો આપવામાં આવ્યા, તેના થોડા દિવસો બાદ તેનું બળજરીથી લિંગ પરિવર્તન કરી દેવામાં આવ્યું હતું. જે બાદમાં તેને હોર્મોન્સની એવી દવાઓ આપવામાં આવી હતી જેનાથી તે છોકરી જેવો લાગે. આ વખતે શુભમની ઉંમર ૧૩ વર્ષ હતી.

ઑપરેશન કરીને તેને છોકરી બનાવવામાં આવ્યો હતો. લિંગ પરિવર્તન બાદ આરોપી અને તેના મિત્રો તેની સાથે ગેંગરેપ કરવા લાગ્યા હતા. શુભમને તેઓ દેહવેપારમાં ધકેલી દેવા માંગતા હતા. જ્યારે શુભમ આવું કરવાની ના પાડતો હતો ત્યારે તેની પાસે ટ્રાફિક સિગ્નલ પર ભીખ મંગાવવામાં આવતી હતી.

દિલ્હી મહિલા કમિશનના સભ્ય સારિક ચૌધરીએ આ મામલે ફરિયાદ આપી છે. પોલીસે આ કેસમાં અપહરણ, ઘાતક હથિયારથી ઈજા પહોંચાડવી, જીવથી મારી નાખવાની ધમકી તેમજ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.

ફરિયાદ પ્રમાણે આરોપીઓએ પીડિતને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, શુભમ આરોપીઓ સામે કંઈ બોલશે તો તેના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી. જાેકે, કોવિડ-૧૯ દરમિયાન ગત વર્ષે શુભમ આરોપીઓની કેદમાંથી ભાગી ગયો હતો અને તેની માતા પાસે પહોંચી ગયો હતો.

જાેકે, આરોપીઓને આ વાતની ખબર પડી જતાં તેઓ તેને પરત લાગ્યા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો બાદ પીડિત શુભમ અને તેનો મિત્ર ફરીથી ભાગી ગયા હતા અને દિલ્હી રેલવે સ્ટેશન પર આખો દિવસ છૂપાયેલા રહ્યા હતા. જે બાદમાં એક વકીલનું ધ્યાન બંને પર પડ્યું હતું અને તેઓ તેમને દિલ્હી વિમેન્સ કમિશન પાસે લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.