૧૩ વર્ષની ઉંમરે લતાજીએ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું, પ્રથમ કમાણી હતી ૨૫ રૂપિયા
ભારતરત્ન લતા મંગેશકરનું નિધન -પીએમ મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,રાહુલ ગાંધી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ,ફિલ્મ જગતની હસ્તીઓએ ઉડા શોકની લાગણી વ્યકત કરી
(એજન્સી) મુંબઇ, લતા મંગેશકરનું ૯૨ વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ૨૮ દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા.
આ દરમિયાન તેમને ઘણી વખત જનરલ વોર્ડ અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.
લતા મંગેશકરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ,ફિલ્મ જગતની હસ્તીઓએ ઉડા શોકની લાગણી વ્યકત કરી હતી.લત્તાના નિધન પણ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
લતા મંગેશકર જ્યારે ૧૩ વર્ષનાં હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ. ૧૩ વર્ષની ઉંમરે તેણે ફિલ્મ ‘પહિલી મંગલાગોરથી ડેબ્યૂ કર્યું હતું. લતા મંગેશકરની પ્રથમ કમાણી ૨૫ રૂપિયા હતી. તેમણે ૧૯૪૨માં મરાઠી ફિલ્મ ‘કીતી હસલ’ માટે ગીત ગાયું હતું. ૧૮ વર્ષની ઉંમરે માસ્ટર ગુલામ હૈદરે ફિલ્મ મજબૂરનું ગીત ‘અંગ્રેજી છોરા ચલા ગયા’ માં મુકેશ સાથે ગાવાની તક આપી.
લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ ૮ જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા
લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં જીવનની લડાઈ લડ્યા બાદ, તેઓ આ જંગ હારી ગયા છે. આ દુઃખદ સમાચાર આવતાની સાથે જ બોલિવૂડનાં સ્ટાર્સ જ નહીં પરંતુ દરેક લોકો દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ઘણી જગ્યાએથી એવી તસવીરો પણ સામે આવી રહી છે જ્યાં આ સમાચાર સાંભળીને ચાહકો પોતાના આંસુ રોકી શકતા નથી. ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯નાં રોજ ઈન્દોરમાં પ્રખ્યાત સંગીતકાર દીનાનાથ મંગેશકરનાં ઘરે જન્મેલા લતા મંગેશકરે ૩૬ ભાષાઓમાં ૫૦ હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.
લતાએ ખૂબ જ નાની ઉંમરે પોતાના અવાજ અને ધૂનથી ગાવામાં નિપુણતા મેળવી લીધી હતી. એક સમય એવો હતો જ્યારે ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ હશે જેમાં લતા મંગેશકરનું ગીત ન હોય.
૨૬ જાન્યુઆરીના રોજ, ભારત રત્ન સુર મહારાણી લતા મંગેશકરના ઝડપી સ્વસ્થ થવા માટે અયોધ્યામાં આચાર્ય પીઠ તપસ્વી છાવણી ખાતે રાજસૂય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાયજ્ઞ તપસ્વી છાવણી પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્ય સાથે સંપન્ન થયો હતો. લતા દીના સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય અને સંકટમોચન હનુમાનના મંત્રોના જાપ સાથે વેદોના ઐશ્વર્ય સાથે સંતોએ યજ્ઞશાળામાં આહુતિ આપી હતી. ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે ૧૯૪૨માં ૧૩ વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં ૩૦,૦૦૦ થી વધુ ગીતો ગાયા છે.