૧૩ વિપક્ષી પાર્ટીઓએ મોદીની પાસે વેક્સીનેશનને ફ્રીમાં કરવાની માંગણી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona4-1-1024x683.jpg)
Files Photo
નવીદિલ્હી: ૧૩ વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને પીએમ મોદી પાસે માંગણી કરતાં કહ્યું છે કે દેશની જનતાને ફ્રીમાં વેક્સીન આપવામાં આવે. આ ૧૩ પાર્ટીના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે દેશમાં કોરોનાની બગડતી સ્થિતિને લઈને જલ્દી દેશની જનતાને વેક્સીન આપવાની જરૂર છે. આ દળોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દેશમાં ફ્રીમાં વેક્સીનેશન કાર્યક્રમને લાગૂ કરે અને સાથે લોકોને જલ્દી જ વેક્સીન મળી રહે. તેનાથી કોરોનાની લડાઈમાં ઝડપ આવશે.
આ નિવેદનમાં કહેવાયું છે કે અમે લોકો કેન્દ્ર સરકારની પાસે માંગ કરીએ છીએ કે દેશમાં ફ્રીમાં જલ્દી જ વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવે. દેશમાં ફ્રી વેક્સીનેશન માટે ૩૫૦૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવે. આ નિવેદનમાં ૧૩ પાર્ટીના અધ્યક્ષમાં કોંગ્રેસના સોનિયા ગાંધી, પૂર્વ પીએમ એચડી દૈવગોડા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ડીએમકે નેતા એમકે સ્ટાલિન, બીએસપી ચીફ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર અને સીપીઆઈ મહાસચિવ ડી રાજા અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીની તરફથી કરાયું છે.
ફ્રી વેક્સીનેશન સિવાય વિપક્ષી નેતાઓએ દેશની હોસ્પિટલમાં ઓક્સીડન અને કોરોનામાં ઉપયોગમાં લેવાતી દવાની અછતને લઈને પણ સરકારનું ધ્યાન દોર્યું છે. આ નેતાઓએ પીએમ મોદીને માંગ કરી છે કે દર્દીને માટે હોસ્પિટલમાં ઓક્સીજનની માંગને પૂરી કરવામાં આવે.