૧૪માં નાણાં પંચની બીજા હપ્તાની ગ્રાન્ટ માંથી જંબુસરના ટંકારી ભાગોળથી એસ.ટી ડેપો સુધી નવો રોડ બનાવવા સભ્યની તંત્રને રજૂઆત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા ની જંબુસર નગર પાલિકા માં ૧૪ માં નાણાં પંચ ની બીજા હપ્તા ની ગ્રાન્ટ ના નાણાં માંથી ટંકારી ભાગોળ થી એસ.ટી ડેપો સર્કલ સુધી ના રસ્તા ને નવો બનાવવા અંગે પાલિકા ના વોર્ડ નંબર બે ના સદસ્ય એ લેખિત માં તંત્ર ને રજૂઆત કરી છે.
જંબુસર નગર ના રસ્તાઓને કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ તકલાદી કામ ના કારણે તથા એન્જીનીયરો ની બેદરકારી ને લીધે આખા રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે તો ઠેર ઠેર તૂટી પણ જવા પામ્યા છે.હાલ માં બનાવવામાં આવેલ રસ્તાઓ પણ તૂટવાના બનાવો બનવા પામ્યા છે.જેને લઈ કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તા વાપરવામાં આવતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.હાલ જંબુસર નો મુખ્ય રસ્તો જ્યાં જંબુસર તાલુકા ની જનતા મોટાભાગે અવર જવર કરે છે તેવા ટંકારી ભાગોળ થી જંબુસર એસ.ટી ડેપો સર્કલ સુધી નો રસ્તો બિસ્માર હાલત માં છે.હાલ ચોમાસા ની શરૂઆત થતા આ માર્ગ બિસ્માર હોવાને કારણે અકસ્માત નો ભય પણ રહેલો છે.જેથી આ રસ્તા ને નવો ફરી થી બનાવવા જંબુસર નગર પાલિકા ના વોર્ડ નંબર બે ના સદસ્ય અમિષાબેન શાહે પ્રમુખ તથા મુખ્ય અધિકારી ને લેખિત આપી રજૂઆત કરી છે.
આ રસ્તા પર તાલુકા ની સીતેર ટકા લોકો આ રસ્તા નો રોજિંદો ઉપયોગ કરે છે અને બિલકુલ બિસ્માર હાલત માં હોય લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ૨૭-૦૨-૨૦૧૯ ના રોજ જંબુસર નગર પાલિકા ની સામાન્ય સભા ના ઠરાવ નંબર ૫૧ મુજબ ૧૪ માં નાણાં પંચ ના બીજા હપ્તા ની ગ્રાન્ટ ના જે ૧,૫૯,૨૪,૯૫૯ માં કામો કરવાની સત્તા નગર પાલિકા ના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ને આપેલ છે તો સદર ૧૪ માં નાણાં પંચ ની બીજા હપ્તા ની ગ્રાન્ટ ના નાણાં ટંકારી ભાગોળ થી એસ.ટી.ડેપો સર્કલ સુધી ના નવો રસ્તો બનાવવા તેની ફાળવણી કરવામાં આવે તેવી લેખિત માં અરજ કરવામાં આવી છે. જંબુસર ના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવામાં આવતી ગ્રાન્ટો નો સદ્દઉપયોગ થાય અને વિકાસ ના કામો નું સંપૂર્ણ વળતર જનતા ને મળી રહે તેમ જનતા ઈચ્છી રહી છે.