Western Times News

Gujarati News

૧૪ જાન્યુઆરી થી અમદાવાદ મંડળની ૪ જાેડી ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ (એમએસટી) ધારકોને મુસાફરી કરવાની મંજૂરી

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ચાલતી ૪ જાેડી મેલ એક્સપ્રેસ/ડેમુ/મેમૂ ટ્રેનોમાં તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૨ થી માસિક સીઝન ટિકિટ (એમએસટી) ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહેલ છે.

મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો મુજબ છેઃ ટ્રેન નંબર ૧૪૮૨૧ જાેધપુર – સાબરમતી એક્સપ્રેસ (પાલનપુર – સાબરમતી ની વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી), ટ્રેન નંબર ૧૪૮૨૨ સાબરમતી-જાેધપુર એક્સપ્રેસ (સાબરમતી-પાલનપુરની વચ્ચે મુસાફરી માટે પરવાનગી), ટ્રેન નંબર ૧૪૮૯૩ જાેધપુર – પાલનપુર ડેમૂ (ભીલડી – પાલનપુરની વચ્ચે મુસાફરી માટે પરવાનગી), ટ્રેન નંબર ૧૪૮૯૪ પાલનપુર-જાેધપુર ડેમૂ (પાલનપુર-ભીલડી વચ્ચે મુસાફરી માટે પરવાનગી), ટ્રેન નંબર ૦૯૪૩૭ મહેસાણા – આબુરોડ ડેમૂ (મહેસાણા – પાલનપુરની વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી) ટ્રેન નંબર ૦૯૪૩૮ આબુરોડ – મહેસાણા ડેમુ (પાલનપુર – મહેસાણાની વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી) ટ્રેન નંબર ૦૯૪૫૯ અમદાવાદ – વિરમગામ મેમુ (અમદાવાદ – વિરમગામની વચ્ચે મુસાફરીની મંજૂરી) ૮. ટ્રેન નંબર ૦૯૪૬૦ વિરમગામ-અમદાવાદ મેમુ (વિરમગામ-અમદાવાદ વચ્ચે મુસાફરીની મંજૂરી)

ઉપરોક્ત ટ્રેનોના માત્ર અનરિઝર્વ્‌ડ કોચમાં જ સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે સીઝન ટિકિટ ધારક આરક્ષિત કોચમાં મુસાફરી કરી શકશે નહી. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મહેરબાની કરીને મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પ્રોટોકોલનું પાલન કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.