૧૪ માસની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર શહેર પોલીસ રટેશનમાં ગત તારીખ ૧૨મી જુલાઈ ૨૦૧૯ ના રોજ અંકલેશ્વર ના નવા કાંસિયા ગામના બસ સ્ટેશન પાસે નાળુ બનાવવાનુ કામ ચાલતુ હતું.જેથી આ મજૂરી અર્થે આવેલ મજુરો એ રોડની સાઈડ ઉપર ઝુપડા બનાવી રહેતા હતા. જેમાંથી એક મજુરની બાળવયની બાળા જે આશરે ૧૪ માસની જેને કોઈ નરાધમ ઈસમ બદકામ કરવાના ઈરાદે ઝુપડા માંથી અપહરણ કરી સામોર ગામની સીમમાં અમરાવતી ખાડી કિનારે સ્મશાન આવેલ હોય જ્યા લઈ જઈ ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને ત્યાંજ મુકી ભાગી ગયેલ જે બનાવમાં બાળકીની માતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ઈ.પી.કો કલમ- ૩૬૩,૩૭૬ (એ), (બી) તથા પોક્સો એક્ટ કલમ – ૪,૬ મુજબનો ગુનો ગત તારીખ ૧૩મી જુલાઈ ૨૦૧૯ ના રોજ દાખલ કરી આગળની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન દ્રારા હાથ ધરવામાં આવેલ અને સદર બનાવ ને ખુબ જ ગંભીર અને સમાજને કલંકીત કરે તેવો હોય અને ખુબજ કુર કૃત્ય કરેલ હોય જેથી વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી સદ૨ બનાવને ગંભીરતાથી લઈ આ ગુનો શોધી કાઢવા સુચના આપેલ હતી.
જે આધારે નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓની સુચના તથા માર્ગદર્શન ઠેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી ભરૂચની સંયુક્ત ટીમ બનાવી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન પ્રથમ ભોગ બનનાર બાળકીને જોનાર આનંદ નામની વ્યક્તિ ઉપ૨ શક જતા તેની પુછપરછ કરતા પોતાના નિવેદનમાં એક ખોટી કહાની બનાવી નિવેદન લખાવેલ હોવાનુ જણાતુ હોય જેથી તેની સઘન પુછપ૨છ કરતા તેના નિવેદનમાં જણાવેલ ઈસમોની પણ ઊંડાણ પુર્વક પુછપરછ કરતા શકમંદ તથા બીજા ઈસમોના નિવેદનમાં ઘણો તફાવત જણાયેલ હોય જેથી શકમંદ ઈસમને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરી નિવેદન લેતા પોતે હવસની ભુખમાં આ કૃત્ય કરેલાનુ જણાવી ગુનાની કબુલાત કરતા પોલીસે આનંદ અમરસીંગ વસાવા હાલ રહે,અમરતપરા ટેકરી ફળીયુ તા-અંકલેશ્વર અને મુળ ૨હે,હરેપુરા તા.ડેડીયાપાડા, જી.નર્મદા નાઓ ને આ ગુનાના કામે અટક કરી આગળળી કાર્યવાહી તપાસ હાથ ધરેલ છે.*