૧૪ વર્ષની કિશોરી પર ચાર લોકોએ બળાત્કાર કર્યો

પ્રતિકાત્મક
મહોબા: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ૧૪ એક વર્ષની એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે આ ઘટનાને ગામના જ ચાર લોકોએ અંજામ આપ્યો હતો. સામૂહિક દુષ્કર્મ બાદ સગીરા પીડિતા પ્રેગ્નેન્ટ થઈ ગઈ. વળી, આરોપ છે કે એક આશા વર્કરે કિશોરીને ગર્ભપાતની ગોળીઓ આપી જે કથિત રીકે આરોપીઓ સાથે મળી ગઈ હતી.
મહોબા જિલ્લાના શ્રીનગર પોલિસ સ્ટેશન ક્ષેત્રના આ કેસ છે. એસપી સુધા સિંહે વાત કરીને જણાવ્યુ કે શ્રીનગર પોલિસ સ્ટેશનમાં રવિવારની સવારે એક કેસ સામે આવ્યો છે જેમાં ૧૩-૧૪ વર્ષની એક બાળકીએ આરોપ લગાવ્યો છે કે ગામના જ લગભગ ૪ લોકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો છે. આ ઘટના ત્રણ મહિના પહેલાની બતાવાઈ રહી છે.
જાે કે આ કેસ ગેંગરેપ અને અન્ય કલમોમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. એસપીએ જણાવ્યુ કે એફઆઈઆરમાં એ પણ નોંધવામાં આવ્યુ છે કે સામૂહિક બળાત્કારના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જેનો ગર્ભપાત ગામની આશા વર્કરે કર્યો છે. જેના કારણે આશા વર્કરને પણ આરોપી બનાવવામાં આવી છે.
એક આરોપીને પકડીને જેલ મોકલી દેવામાં આવ્યો છે. અન્ય આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવશે. પોલિસે જણાવ્યુ કે ઘટનાનો ખુલાસો શુક્રવારે ત્યારે થયો જ્યારે સુશીલા નામની આશા વર્કર દ્વારા ગર્ભપાતની ગોળીઓ આપ્યા બાદ ગર્ભવતી થયેલી બાળકીની હાલત બગડી ગઈ. પોલિસને આપેલા પોતાના નિવેદનમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે બીપી સિંહ, રામબાબુ સિંહ, રઘુ રાયકવાર અને શત્રુઘ્ન સિંહે તેની સાથે બળાત્કાર કર્યો હતો જ્યારે સુશીલા ગુનાને છૂપાવવાના ષડયંત્રનો હિસ્સો હતી.