Western Times News

Gujarati News

૧૪ વર્ષીય હિન્દુ સગીર કન્યાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો

પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથધરી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં લવ જેહાદ જેવો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.નાની ઈન્દોર ગામનો એક મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ૧૪ વર્ષીય સગીર હિન્દુ યુવતીને ભગાડી જતાં આ બનાવે પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સગીરાની માતા દ્વારા પોલીસ મથકે મુસ્લિમ યુવક વિરુદ્ધ પોકસો કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ યુવક દ્વારા તેની સાથે લગ્ન કરવાના લવજેહાદના ચોંકાવનારા કિસ્સા બહાર આવી રહ્યા છે,તેવામાં ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સગીરાને પ્રેમ પ્રકરણમાં ફસાવવાનો લવ જેહાદ જેવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઝઘડિયા તાલુકાના નાની ઈન્દોર ગામનો મુબારક ઈસ્માઈલ દિવાન નામનો મુસ્લિમ યુવક ૧૪ વર્ષીય સગીર હિન્દુ સગીરાને પોતાના વાલીપણા માંથી લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી છે. જે બાબતે પોલીસ મથકે સગીરાની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરા ને પકડી પાડવા માટે ઉમલ્લા પોલીસ હાલ કામગીરી હાથ ધરી છે.

પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે વાત થયા મુજબ મુસ્લિમ યુવક મુબારક વિરુદ્ધ હાલ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો કે યુવકની ધરપકડ બાદ યુવતીનું ધર્માંતરણ કરાવ્યું હશે તો લવ જેહાદના કાયદા હેઠળનો પણ મુસ્લિમ યુવક મુબારક દિવાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે સાથે સાથે ધર્માંતર કરાવનારા સહિત સંડોવાયેલા તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.