૧૪ વર્ષ પછી ‘હીરામંડી’માં વલી મોહમમ્દ બનીને ફરદીન ખાન મચાવશે ધૂમ
વેબ સિરીઝ ‘હીરામંડી’થી ઓટીટીની દુનિયામાં ડેબ્યુ કર્યું
ફરદીન ખાને ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યું કે, આ મારા માટે બહુ લાંબો ગેપ રહ્યો છે, લગભગ ૧૪ વર્ષ થઇ ગયા છે
મુંબઈ, સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ‘હીરામંડી’ વેબ સિરીઝ લાંબા સમયથી ચર્ચામાં છે. ભણસાલી વેબ સિરીઝ ‘હીરામંડી’થી ઓટીટીની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યા છે. આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની પહેલી સિરીઝ ‘હીરામંડી’ને લઇને સોશિયલ મિડીયામાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર રિલીઝ પછી ફેન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.‘હીરામંડી’ના સ્ટારકાસ્ટ પણ લોકોનું દિલ જીતી રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો ૧૪ વર્ષ પછી ફરદીન ખાન ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહ્યો છે.
ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન ફરદીન ખાને કમબેકની લઇને વાત શેર કરી હતી. આ દરમિયાન ફરદીન ખાન ભાવુક થયેલો જોવા મળ્યો. આ ફિલ્મમાં પોતાના રોલને લઇને સંજય લીલા ભણસાલીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ફરદીન ખાને ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યું કે, આ મારા માટે બહુ લાંબો ગેપ રહ્યો છે, લગભગ ૧૪ વર્ષ થઇ ગયા છે. સંજય લીલા ભણસાલી અને નેટફ્લિકસનો આભારી છું જેમને મને આ મોકો આપ્યો. આ પળ મને બહુ ઇમોશનલ કરી રહી છે. ફરદીન આગળ જણાવે છે કે સંજયજીના પાત્રો બહુ મુશ્કેલીભર્યા અને ગંભીરતાથી ભરેલા હોય છે.
આને સમજવું સરળ નથી. એમની સાથે કામ કરવુ એક ચેલેન્જ જેવુ હોય છે. આ દરમિયાન ફરદીન ખાન વચ્ચે-વચ્ચે ભાવુક થતા જોવા મળ્યા. આમ તમને જણાવી દઇકે ભણસાલીની હીરામંડીમાં ફરદીન વલી મોહમ્મદની ભૂમિકા નિભાવી રહ્યા છે. આમ, તમને જણાવી દઇએ કે ફરદીન ખાન છેલ્લે ૨૦૧૦માં દુલ્હા મિલ ગયા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ કંઇ ખાસ કમાલ કરી શકી નહીં. ત્યારબાદ ફરદીન ખાન ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગયા અને હવે હીરામંડીથી કમબેક કરશે. ‘હીરામંડી’ની કહાનીની વાત કરવામાં આવે તો આ બે કોઠોની સંચાલક વૈશ્યાઓ વચ્ચેની કહાની છે.
મલ્લિકાઝાન મનીષા કોઇરાલા અને ફરીદન (સોનાક્ષી સિન્હા) વચ્ચેની દુશ્મનીની હદ કમ્પીટિશન રહે છે. આમાં એક એવી દુનિયા દેખાડવામાં આવશે જ્યાં વૈશ્યાઓ રાણીઓના રૂપમાં રાજ કરે છે. આ ટક્કરની વચ્ચે કહાની મલ્લિકાઝાની સૌથી નાની દીકરી બેટી આલમની આસપાસ ફરે છે જે ભવિષ્યમાં સત્તા સંભાળવા માટેની છેલ્લે આશા બની જાય છે. પરંતુ કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે આલમ આ સત્તાથી વધારે કોઇને પ્રેમ કરવા લાગે છે અને આ સત્તા અને પ્રેમમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય છે.ss1