૧૪ સપ્ટેમ્બર આબેના ઉત્તરાધિકારીની ચુંટણી કરાશે
ટોકયો, જાપાનની સત્તારૂઢ લિબરેશન ડેમોક્રેટિક પાર્ટીએ જાહેરાત કરી છે કે તે ૧૪ સપ્ટેમ્બરે મતદાન દ્વારા નિવર્તમાન વડાપ્રધાન શિંજાે આબેના ઉત્તરાધિકારીની પસંદગી કરશે ૮ સપ્ટેમ્બરથી પાર્ટીના મુખ્ય નેતા વડાપ્રધાનની દોડમાં સામેલ રહેશે ત્યારબાદ જાપામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ જશે એ યાદ રહે કે ગત સપ્તાહે વડાપ્રધાન આબેએ ખરાબ સ્વાસ્થ્ય અને બીમારીઓના કારણે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું ત્યારબાદથી નવા વડાપ્રધાન પદ માટે રાજનીતિ શરૂ થઇ ગઇ હતી આ દરમિયાન અટકળોનું બજાર ગરમ હતું.
પેટની બીમારીથી ઝઝુમી રહેલ જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા આબેનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી હતો શિંજાે આબેના રાજીનામા બાદથી જાપાનના નવા વડાપ્રધાન માટે રેસ શરૂ થઇ ગઇ છે આ રેસમાં જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશીહિદે સુગા પણ સામેલ છે. વડાપ્રધાન બનવા માટે કોઇ પણ નેતાને પહેલા સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ બનાવવા પડશે.HS