૧૫૦૦ની વસ્તીવાળા ગામમાં માત્ર ૧૪ લોકોએ વેક્સિન લીધી
ડરનાં મારે લગાવી સરયૂ નદીમાં છલાંગઃ વેક્સિન અંગે ગ્રામજનોમાં ભ્રમ-ખોફ એ હદે ઘર કરી ગયો છે કે લોકો વેક્સિન ન લેવા માટે કંઇપણ કરી રહ્યાં છે
બારાબંકી, કોરોના વેક્સીન અંગે ગ્રામજનોમાં ભ્રમ અને ખોફ એ હદે ઘર કરી ગયો છે કે લોકો વેક્સીન ન લેવા માટે કંઇપણ કરી રહ્યાં છે. હાલમાં એક ઘટના બારાબંકી જિલ્લામાં જાેવા મળી. જિલ્લાનાં સિસૌડા ગામમાં વેક્સીન લગાવવા પહોંચેલાં સ્વાસ્થ્ય વિભાગની ટીમને જાેઇ લોકો ડરનાં માર્યા સર્યૂ નદીમાં છલાંગ લગાવા લાગ્યા હતાં.
આ નજારો જાેઇ સ્વાસ્થ્ય વિભાગની ટીમની હાલત ખરાબ થઇ ગઇ હતી. તેઓ ગ્રામજનોને નદીમાંથી બહાર આવવાં અનુરોધ કરી રહ્યાં હતાં. પણ ગ્રામીણ ન માન્યા. ત્યારે ઉપજિલ્લાઅધિકારીનાં સમજાવ્યાં બાદ ગ્રામજનો નદીમાંથી બહાર આવ્યાં હતાં.
૧૫૦૦ની વસ્તીવાળા ગામમાં માત્ર ૧૪ લોકોએ વેક્સીન લેવાની હિંમત ભેગી કરી. બારાબંકી જનપદનાં રામનગરનાં એક ગામ સિસૌડાનાં ગ્રામજનોમાં વેક્સીન લગાવવાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ પહોંચી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં ટીકાકરણ કરવાની સૂચના માત્રથી ગ્રામજનોમાં ડર ફેલાઇ ગયો હતો.
તેઓ ગામની બહાર વહેતી સર્યુ નદીનાં કિનારે આવી ગયા હતાં. સ્વાસ્થ્ય વિભાગની ટીમને જ્યારે આ સુચના મળી તો તેઓ નદી તરફ ગયા હતાં. અને તેમને સમજાવવાનો ટ્રાય કર્યો હતો. આ ટીમને આવતા જાેઇને જ ગ્રામજનો ડરી ગયા હતાં અને સરયૂ નદીમાં ભુસકાં મારવા લાગ્યા હતાં. છલાંગ લગાવતા સમયે ગ્રામજનોને તેમનાં જીવની પણ ચિંતા ન હતી.
ગ્રામજનોને નદીમાં ચલાંગ મારતા જાેઇ બહાર આવવાનો અનુરોધ કર્યો હતો. પણ ગ્રામજનો બહાર આવવાં તૈયાર ન હતાં. ઉપજિલ્લા અધિકારી (રામનગર) રાજીવ શુક્લ અને નોડલ અધિકારી રાહુલ ત્રિપાઠીનાં સમજાવ્યાં બાદ ગ્રામીણ નદીની બહાર આવ્યાં હતાં.