૧૫૦૦નો જાહેર કરેલ વધારો અને નિવૃત્તિ વય મર્યાદા સહીતની માંગણીઓ સાથે ભરૂચમાં આંગણવાડી બહેનોએ આવેદન પાઠવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, આંગણવાડી બહેનો એ તેઓની પગાર વધારા ની માંગણીઓ સાથે દેખાવો યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી વડાપ્રધાન,મુખ્યમંત્રી અને નીતિન પટેલ વિષે વિવાદિત પોતાનું નિવેદન પણ આપ્યું હતું તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮ માં વડાપ્રધાને જાહેર કરેલ રૂપિયા ૧૫૦૦ નો વધારો ગુજરાત સરકારે ચૂકવ્યા ન હોવાનું જણાવી નિવૃત્તિ વય મર્યાદા,જીલ્લા ફેર બદલી,પ્રમોશન વય મર્યાદા સહીત ના ૧૨ જેટલા વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે દેખાવો યોજી મહિલા ના બાળવિકાસ મંત્રી ને સંબોધેલા આવેદન પત્ર જીલ્લા કલેકટર ને પાઠવ્યું હતું.જીલ્લા પ્રમુખ રાગિણીબેન પરમાર સહિત અન્ય હોદ્દેદારો એ આંગણવાડી બહેનો ની પડતર માંગણીઓ અને પગાર વધારા જેવી બાબતો ની સમસ્યા,વડાપ્રધાન ને ન સમાજ પડે તેમ કટાક્ષ માં કહી મુખ્યમંત્રી સહીત ના આગેવાનો માટે પણ આકરા શબ્દના પ્રયાગો કર્યા હતા. આંગણવાડી બહેનો ના પ્રશ્નો નું નિવારણ નહિ કરવામાં આવે તો આગામી દિવસો માં ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.*