૧૫૦૦ કરોડના પ્રોજક્ટના કૌભાંડમાં ૩ રાજ્યોમાં દરોડા
નવીદિલ્હી: અખિલેશ સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક ગોમતી રિવર ફ્રંટમાં થયેલા કૌભાંડમાં સોમવારે સીબીઆઇએ પરિયોજના સાથે જાેડાયેલા ૧૯૦ લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમાંથી ઘણા સુપ્રિટેન્ડ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર શામેલ છે. આ ઉપરાંત યુપી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ૪૦ જગ્યાઓ પર એક સાથે છાપેમારી કરવામાં આવી છે. લખનૈઉ, કલકત્તા, અલવર, સીતાપુર, રાયબરેલી, ગાજિયાબાદ, નોએડા, મેરઠ, બુલંદશહર, ઈટાવા, અલીગઢ, એટા, ગોરખપુર, મુરાબાદ અને આગરામાં એક સાથે છાપેમારી કરવામાં આવી.
મહત્વનું છે તે સીબીઆઈ લખનૈઉના એન્ટી કરપ્શન બ્રાન્ચે પ્રદેશ સરકારના આદેશ પર સિંચાઈ વિભાગની તરફથી લખનૈઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા કેસને આધાર બનાવીને ૩૦ નવેમ્બર ૨૦૧૭માં નવો કેશ દાખલ કરવામાં આવ્યો હતો.
હકીકતે રિવર ફ્રંટ કૌભાંડમાં સીબીઆઈ એક આરોપની તપાસ કરી રહી રહ્યા છે કે પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત કાર્ય પૂર્ણ કર્યા વગર જ બજેટના ૯૫ ટકા રકમ કઈ રીતે ખર્ચ થઈ ગઈ ? પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રોજેક્ટમાં મન ફાવે તેમ ખર્ચ બતાવીનને સરકારી ધનનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ લગભગ ૧૫૧૩ કરોડ રૂપિયાનો હતો. જેમાંથી ૧૪૩૭ કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા બાદ પણ અત્યાર સુધી ૬૦ ટકા કામ પુરુ નથી થયું. આરોપ એ છે કે જે કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે તે પહેલાથી ડિફોલ્ટર હતી.