૧૫૦ ફિલ્મો કરી ચૂકેલા ડાયરેકટરની લાશ રસ્તા પર મળી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં
ચેન્નાઇ, લાંબા સમયથી બીમાર દિગ્ગજ કન્નડ એક્ટર એસ શિવરામે પણ હાલમાં જ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે જાણીતા તમિળ ડાયરેક્ટર એમ ત્યાગરાજનનું પણ નિધન થઇ ગયું છે. રિપોર્ટ્સનું જાે માનીએ તો તે ચેન્નઇના એવીએમ સ્ટુડિયો પાસે રોડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે વિજયકાંત અભીનીત માનાગરા કાવલ જેવી બ્લોક બસ્ટર ફિલ્મનું ડિરેક્શન કર્યુ હતુ.
એમ ત્યાગરાજન અરુપુકોટ્ટાઈના રહેવાસી હતા. તેઓ અડ્યાર ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ હતા. તેણે પોન્નુ પારકા પરેન સાથે ફિલ્મ નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વેત્રી મેલ વેત્રીનું નિર્દેશન પણ કર્યું હતું, જ્યારે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. જાે કે, તેમનું નસીબ રાતોરાત ચમક્યું જ્યારે એમ ત્યાગરાજનને સુપરહિટ ફિલ્મ માનગરા કવલનું નિર્દેશન કરવાની તક મળી.
તેમના અંગત જીવન સાથે જાેડાયેલા ઘણા સમાચારો પણ ચર્ચામાં રહે છે. અહેવાલો અનુસાર, તે તેની પત્ની અને બાળકો સાથે લડતો હતો. આ જ કારણ છે કે તે તેના પરિવારથી અલગ થઈ ગયો હતો અને છેલ્લા ૧૫ વર્ષથી એકલવાયું જીવન જીવી રહ્યો હતો. તે ભારે ગરીબીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. એક સમયનું ભોજન પણ ભાગ્યે જ મળતું હતું.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ દિગ્ગજ કન્નડ અભિનેતા એસ શિવરામ, જેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમનું બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૩ વર્ષના હતા. શિવરામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છ દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું.
શિવરામ શિવરામન્ના તરીકે પ્રખ્યાત હતા. ફિલ્મોના દિગ્દર્શન ઉપરાંત, તેણે અભિનેતાથી લઈને સહ કલાકાર સુધીની ૬૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેણે ૧૯૬૫માં બર્થા જીવા ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ દુદ્દે દોડપ્પા અને લગના પત્રિકથી લોકપ્રિયતા મેળવી હતી.HS