૧૫ અને ૧૬ માર્ચ, 2021 બે દિવસ બેંકની હડતાળ રહેશે
નવી દિલ્હી: જાે તમારું ખાતું સરકારી કે ગ્રામીણ બેંકોમાં હોય તો કામ પતાવી લેજાે. આગામી ૪ દિવસ દેશમાં બેંકો બંધ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે, સાપ્તાહિક રજા અને બે દિવસ બેન્ક હડતાળને કારણે બેંકો બંધ રહેશે. જેમાં ૧૩ માર્ચે મહિનાનો બીજાે શનિવાર અને બાદમાં રવિવારની રજા રહેશે. જે બાદ ૧૫ અને ૧૬ માર્ચે સાર્વજનિક અને ગ્રામીણ બેંકોની હડતાળ છે. બેંકોનું ખાનગીકરણ થઇ રહ્યું હોવાથી તેના વિરોધમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓના યુનિયને આગામી ૧૫ અને ૧૬ માર્ચે બેન્ક હડતાળનું આયોજન કર્યું છે.
આ હડતાળનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનએ આપ્યું છે, જેમાં લગભગ બધા જ સંગઠનો સામેલ છે. મહત્ત્વનું છે કે, કેન્દ્રીય નાણાંમંત્રી ર્નિમલા સીતારમણ ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે. જેમાં સરકારે ૧.૭૫ લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાં આઈડીબીઆઈ બેન્ક ઉપરાંત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨માં બે પીએસયુ બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ મુક્યો છે. હડતાળના પગલે દેશમાં ૧૫ અને ૧૬ માર્ચના રોજ બેંકો બંધ રહેશે. જેથી સાપ્તાહિક રજા અને હડતાળના કુલ ૪ દિવસ દરમિયાન બેન્કિંગ સેવાઓ બંધ રહેશે.
જાેકે, એટીએમ સેવાઓ કાર્યરત રહેશે. સાથે જ ૧૭ માર્ચ સુધી ચેક ક્લિયરન્સ, એકાઉન્ટ ઓપન કરવા, લોન પ્રોસેસ અને ડિમાન્ડ ડ્રાફ્ટ ઈશ્યુ કરવાની સેવાઓ પ્રભાવિત રહેશે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ કહ્યું છે કે, બેંકે બધી શાખાઓમાં અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજની વ્યવસ્થા કરી છે.
પરંતુ હડતાળના કારણે તેના પર પણ અસર થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશની ખાનગી બેંકો જેમ કે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ અને ઈન્ડસઈન્ડ બેન્કના કર્મચારીઓ હડતાલ પર નહીં ઉતરે અને રાબેતા મુજબ કામ ચાલશે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોશિએશને કહ્યું કે, મુખ્ય શ્રમ આયુક્ત એસ સી જાેશીએ સરકાર અને યુનિયન સાથે ૪,૯ અને ૧૦ માર્ચે બેઠક યોજી હતી. જાેકે, આ બેઠકનું સકારાત્મક પરિણામ સામે નથી આવ્યું. જેથી ૧૫ અને ૧૬ માર્ચે હડતાળ કરવાની યોજના કરાઈ હતી.