૧૫ ઓકટોબરે યોજાનાર ટ્રંપ અને બિડેનની બીજી ડિબેટ રદ
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક ઉમેદવાર બિડેનની વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચુંટણી પહેલા થનારી બીજી ચર્ચા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ચર્ચા સંબંધી બિન દલીય આયોગે પુષ્ટી કરી કે ૧૫ ઓકટોબરે યોજાનાર ચર્ચા રદ કરવામાં આવશે
આ પહેલા આયોગે જાહેરાત કરી હતી કે ટ્રંપના કોરોના વાયરસથી સંક્રમિત જણાવવાના કારણે ચર્ચા ડિઝીટીલ માધ્યમથી થશે આ જાહેરાતના એક દિવસ બાદ ચર્ચા રદ કરવામાં આવી ટ્રંપે ડિઝીટલ માધ્યમથી ચર્ચા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ત્યારબાદ બિડેને તે દિવસે એસીબી ન્યુઝની સાથે ટાઉનહોલ કાર્યક્રમ નક્કી કર્યો હતો. બાદમાં રાષ્ટ્રપતિના તબીબે કહ્યું હતું કે ટ્રંપને જાહેર સમારોહમાં ભાગ લેવાની મંજુરી હશે ત્યારબાદ ટ્રંપની ટીમને નિર્ધારિત સમય અનુસાર જ આમને સામને ચર્ચા કરવાની અપીલ કરી હતી પરંતુ આયોગે આરોગ્ય સંબંધી ચિંતાઓનો હવાલો આપતા કહ્યું કે તે આમને સામને ચર્ચા કરાવવાના પોતાના નિર્ણયને બદલશે નહીં બંન્ને ઉમેદવારો વચ્ચે ત્રીજી ચર્ચા ટેનેસીના નાશવિલેમાં ૨૨ ઓકટોબરે થશે
અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણી માટે ડોનાલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક ઉમેદવાર બિડેનની વચ્ચે પ્રેસિંડેંશિયલ ડિબેટ દરમિયાન સખ્ત ચર્ચા થઇ કોરોના ટેકસથી લઇ સુપ્રીમ કોર્ટ જેવા મુદ્દા પર બંન્ને વચ્ચે મહામુકાબલો થયો અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે તેમને સુપ્રીમ કોર્ટ માટે કોઇ ન્યાયાધીશને નામિત કરવાનો અધિકાર છે.
જયારે ડેમોક્રેટિક પાર્ટીથી તેમના હરીફ બિડેન આ વાત પર ભાર મુકી રહ્યાં હતાં કે રાષ્ટ્રપતિ ચુંટણી જીતનારને આ કામ કરવું જોઇતુ હતું. ટ્રંપ અને બિડેનની વચ્ચે રાષ્ટ્રપતિ ચુંટણીની પહેલી સત્તાવાર ડિબેટની ગર્માગરમ શરૂઆત થઇ હતી જે દરમિયાન આરોગ્યની સારસંભાળ,કોરોના વાયરસ અને સુપ્રીમ કોર્ટના ભવિષ્ય જેવા મુદ્દા પર ચર્ચા થઇ હતી. ઓહિયોમાં પહેલી ચર્ચા દરમિયાન ટ્રંપથી ન્યાયમૂર્તિ બેડર ગિન્સબર્ગના નિધનથી ખાલી પડેલ પદ માટે ન્યાયાધીશ એમી કોની બેરેટને નામિત કરવા પર સવાલ કરવામાં આવ્યા હતાં.
ટ્પને કહ્યું હતું કે અમે ચુંટણી જીત્યા છીએ અને અમને આમ કરવાનો અધિકાર છે તેના પર બિડેને અસહમતિ વ્યકત કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ માટે કોઇ વ્યક્તિને નામિત કરવામાં અમેરિકી લોકોને પોતાના મત આપવાનો અધિકાર છે અને ત્યારે થાય છે જયારે તે અમેરિકી સીનેટ અને અમેરિકાના રાષ્ટ્રપતિ માટે મત આપે છે.