૧૫ દિવસોમાં યોગી સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે
લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા યોગી સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાંજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના નિવાસ સ્થાને સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી. જે બેઠકમાં મુખ્યમંત્રી યોગી સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
યોગી સરકાર તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ગૃહમંત્રી સાથે જે બેઠક થઈ તેમા સામાજિક અને જાતીય સંતુલનને ધ્યાનમાં રાખીને ૫ થી ૭ જેટલા નવા મંત્રીઓ બનાવાની ચર્ચા થઈ હતી. ટૂંક સમયમાં આ મુદ્દે મુખ્યમંત્રી યોગી પાર્ટી સાથે ચર્ચા કરેશે અને અંતિમ ર્નિણય લેતા પહેલા કેન્દ્ર સરકારની અમુમતી લેવામાં આવશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવાનારા ૧૫ દિવસોમાં યોગી સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. રક્ષાબંધન પછી લખનઉમાં સરકાર અને સંગઠનની બેઠક થશે. જે બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મંત્રીઓને જરૂરી સૂચનો આપવામાં આવશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મંત્રમંડળનું વિસ્તરણ થઈ શકે છે. જેમા કુલ ૭ નવા મંત્રીઓ બનાવામાં આવશે.
આપને જણાનવી દઈએ કે હાલ યોગી સરકારના મંત્રીમંડળમાં કુલ ૫૪ મંત્રીઓ છે. જેમા ૨૩ કેબિનેટ મંત્રી, ૯ સ્વતંત્ર પ્રભાર મંત્રી અને ૨૨ રાજ્યમંત્રીઓ શામેલ છે. નિયમ પ્રમાણે તેઓ ૬ નવા મંત્રીઓની નિયુક્તી કરી શકે છે. કારણકે ૬ મંત્રીઓની જગ્યા હજુ પણ ખાલી છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે ચોમાસૂ સત્ર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં ૨૦૨૨ની ચૂંટણીના પડઘા અત્યારથી પડી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ અને સપા પણ ચૂંટણી પર જાેર આપી રહ્યા છે અને તેઓ પણ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ પૂર જાેશમાં કરી રહ્યા છે. ત્યારે યોગી સરકાર દ્વારા પણ આવા સમયે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને ચૂંટણીની રણનીતી ઘડવામાં આવશે.HS