૧૫ પુશ અપ્શ લગાવી ઉજવ્યો ૮૧મો જન્મદિવસ !
મુંબઈ: બોલિવૂડ એક્ટર અને મોડલ મિલિંદ સોમણ અને તેની વાઈફ અંકિતા કુંવર પોતાની ફિટનેસ માટે જાણીતા છે. બીજી તરફ, એક્ટરની ૮૧ વર્ષની માતા ઉષા સોમણ પણ ફિટનેસ મામલે કોઈનાથી પાછળ નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર તેમનાં વર્કઆઉટના વિડીયો સામે આવતા રહે છે. હવે મિલિન્દે પોતાની માતાના બર્થ-ડે પર એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં તે પુશ અપ્સ લગાવતાં દેખાઈ રહ્યાં છે અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મિલિન્દ સોમણે રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આની સાથે તેણે લખ્યું, ‘૩ જુલાઈ ૨૦૨૦. મમ્મીનો ૮૧મો જન્મદિવસ લાકડાઉનમાં ઉજવ્યો. અમે ૧૫ પુશ અપ્સ અને અંકિતાએ બનાવેલી વેનિલા બદામ કેક સાથે પાર્ટી કરી. હેપ્પી બર્થ-ડે આઈ. હસતી રહે.
આ પહેલીવાર નથી જ્યારે મિલિન્દનાં મા ઉષા સોમણનો આવો વિડીયો સામે આવ્યો છે. આના પહેલા પણ ૮૦ ની ઉંમરમાં તેમના દંગ કરી દેનારા વિડીયો મિલિન્દ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી ચૂક્યો છે. આના પહેલા એક વિડીયોમાં ઉષાજી પોતાની પુત્રવધૂ અંકિતા કુંવર સાથે બિલ્ડિંગની છત પર લંગડી રમતાં દેખાયાં હતાં. આ સિવાય તે દીકરા સાથે દોરડા કુદ પણ કરે છે.
મિલિન્દ સોમણ એક સુપર માડલ રહી ચૂક્યો છે અને ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જણાવી દઈએ કે, તે એક ફોટોશૂટને કારણે ખૂબ ફેમસ થયો હતો. ૫૪ વર્ષીય મિલિન્દે ૨૦૧૮માં ૨૮ વર્ષીય અંકિતા સાથે લગ્ન કર્યા હતા.