૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર કે.કે. નિરાલા
અમદાવાદ, આગામી ૭૪ મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી. હાઇવે પર આવેલ પ્રાંત અધિકારીની કચેરી (મહેસૂલ ભવન) ખાતે થનાર છે. રાજ્યમાં ચાલી રહેલી વરસાદી મોસમ તથા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં દેશના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ સ્વાતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓના નિરીક્ષણ માટે આજે બપોર બાદ મહેસૂલ ભવનની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું કે, આ પર્વના અવસરે લોકોનો કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવનાર છે. રાજ્યમાં વરસાદ સતત
ચાલુ છે ત્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પુરી આન-બાન-શાન સાથે થાય તે માટેની વિવિધ તૈયારીઓ તેમણે નિરીક્ષણ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થળ નિરીક્ષણ બાદ તેમને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સંકલન તથા જાણકારીઓ માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.