૧૫ રાજયોની ૭૫ ટકા સરકારી સ્કુલોમાં ટોઇલેટની સફાઇ થતી નથી

પ્રતિકાત્મક
નવીદિલ્હી, નિયંત્રક અને મહાલેકા પરીક્ષક (કેગ)એ પોતાના એક અહેવાલમાં દેશની શાળાઓમાં બનેલા શૌચાલયો પર મહત્વનો ખુલાસો કર્યો છે અહેવાલો અનુસાર દેશના ૧૫ મોટા રાજયોમાં ૭૫ ટકા શાળાઓમાં બનેલા શૌચાલય એવા છે કે જયાં સ્વચ્છતાનો અત્યંત અભાવ છે આ અહેવાલ બાદ હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે સરકાર પર પ્રહારો કર્યા છે. સંસદમાં રજુ કરવામાં આવેલા કેગના અહેવાલ પ્રમાણે દર ૨૩૨૬ શૌચાલયમાંથી ૧૮૧૨માં પાણીની વ્યવસ્થા છે જ નહીં ૧૮૧૨ શૌચાલયોમાંથી ૭૧૫ શૌચાલયની સફાઇ નથી કરવામાં આવતી એવામાં સરકારી શાળાઓમાં ૭૫ ટકા શૌચાલયોની સાફ સફાઇ થતી જ નથી ત્યાં સાબુ અને પાણીની વ્યવસ્થાપણ નથી રહેલી.
આ અહેલાલ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે લખ્યું કે કેગના અહેવાલ અનુસાર ૪૦ ટકાથી વધારે સરકારી શાળાઓમાં બનાવેલા શૌચાલયો કામ નથી આપી રહ્યાં આ અગાઉ પણ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવાયેલા શૌચાલયો મામલે આવો જ અહેવાલ સામે આવ્યો હતો. હવે જયારે દેશના ૪૦ ટકા જેટલા શૌચાલયોમાં સ્વચ્છતા કે કોઇ સગવડ નથી તો પછી દેશને ખુલ્લામાં શૌચ મુકત થયો તેવું કેવી રીતે માની શકાય.
એ યાદ રહે કે કેગ તરફથી અલગ અલગ વિસ્તારો માટેનો પોતાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનને જાેરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય અભિયાનને ૨૦૧૪માં લોન્ચ કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત શિક્ષણ મંત્રાલય દરેક સરકારી શાળાઓમાં શૌચાલય બનાવી રહ્યું છે.HS
![]() |
![]() |