Western Times News

Gujarati News

૧૫ વર્ષના કિશોરે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું: સુષ્મિતા

મુંબઈ, સુષ્મિતા સેનને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. તેઓ આજે પણ પોતાની સુંદરતાથી ચાહકોના દિલોદિમાગમાં ધડકતી રહે છે. પરંતુ આટલી મોટી અભિનેત્રી હોવા છતાં તેને ઘણી વખત જાહેરમાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.

એકવાર માત્ર ૧૫ વર્ષના કિશોરે તેની સાથે બધાની સામે ગંદું કૃત્ય કર્યું હતું. પરંતુ છેલ્લા સમયે અભિનેત્રીએ કિશોરને પકડી લીધો હતો. વર્ષ ૧૯૯૪માં દેશને મિસ યુનિવર્સનો ખિતાબ અપાવનાર સુષ્મિતા સેન ભલે હવે ફિલ્મોમાં જાેવા મળતી ના હોય, પરંતુ તેના ચાહકોની કોઈ કમી નથી.

સુષ્મિતા સેન બ્યૂટી વિધ બ્રેનનું એક અદ્ભુત કોમ્બિનેશન છે. જ્યારે કઠુઆ અને ઉન્નાવમાં બળાત્કારની ઘટનાઓ પર દેશમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અભિનેત્રીએ તેની સાથે બનેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે તેણે એક કિશોરની ખરાબ નજરથી પોતાની જાતને બચાવી હતી.

સુષ્મિતા સેને દુર્વ્યવહારનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે કેવી રીતે સેંકડોની ભીડમાં ૧૫ વર્ષના છોકરાએ તેની સાથે ગેરવર્તણૂક કરી. તેણે જણાવ્યું હતું કે લોકો એવું વિચારે છે કે બોડીગાર્ડ સેલિબ્રિટીઝ સાથે રહે છે, તેથી તેમણે આ બધાનો શિકાર ન થવું પડે, પરંતુ એવું નથી.

અભિનેત્રીએ કહ્યું હતું કે ઘણી વખત લોકો વિચારે છે કે આપણે હંમેશા બોડીગાર્ડ્‌સથી ઘેરાયેલા હોઈએ છીએ અને તેથી જ અમારે ખરાબ અનુભવોનો સામનો કરવો પડતો નથી પરંતુ હું તમને જણાવી દઉં. અમારી આજુબાજુ ૧૦ બોડીગાર્ડ હોય છે પરંતુ તેમ છતાં ૧૦૦થી વધુ લોકોની ભીડ વચ્ચે અમારે ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે.

સુષ્મિતા સેને જણાવ્યું હતું કે, એક એવોર્ડ શોમાં ૧૫ વર્ષની કિશોરે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેણે વિચાર્યું કે ભીડ મોટી છે અને તેથી મને ખબર નહીં પડે પણ તે ખોટો હતો. મેં મારી પાછળથી તેનો હાથ પકડ્યો પરંતુ મને તે જાેઈને આશ્ચર્ય થયું કે તે માત્ર ૧૫ વર્ષનો હતો. સુષ્મિતાએ વધુમાં કહ્યું કે, મેં તેની ગરદન પકડી અને તેને મારી સાથે લઈ ગઈ.

ત્યારબાદ સુષ્મિતાએ છોકરાને કહ્યું કે જાે હું આ વસ્તુનો તમાશો બનાવીશ તો તારી જિંદગી બગડી જશે. આના પર છોકરો કહેવા લાગ્યો કે તેણે કંઈ કર્યું નથી. ત્યારે સુષ્મિતાએ કહ્યું કે, તે કર્યું તો છે, પહેલા માની લે, આના પર છોકરાએ તેની માફી માંગી. મેં તેની સામે કોઈ પગલાં લીધાં નથી કારણ કે મને લાગે છે કે તે બાળકને ખબર ન હતી કે આ પ્રકારનું કૃત્ય ગુનો છે અને કોઈપણ પ્રકારનું મનોરંજન નથી. તે પછી છોકરાએ કહ્યું કે આવું ફરી ક્યારેય નહીં થાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.