૧૫ સપ્ટેમ્બર પહેલા રામ મંદિરના પાયાનું કામ પૂર્ણ થશે
અયોધ્યા: અયોધ્યામા રામલલાના બની રહેલ ભવ્ય મંદિરને સારા સમાચાર છે કે ૧૫ સપ્ટેમ્બર પહેલા મંદિર માટે પાયો ભરવાનું કામ પૂર્ણ થઇ જશે. જયારે ૨૦૨૩માં મંદિર નિર્માણનું કામ પુરૂ થશે.એટલે કે વર્ષ ૨૦૨૩ સુધી મંદિર નિર્માણનું કામ પુરૂ થવા પર રામલલા મંદિરમાં બિરાજમાન થશે અને શ્રધ્ધાળુઓ તેમના દર્શન કરી શકશે
એ યાદ રહે કે ભવ્ય મંદિર નિર્માણ માટે પાયો નાખવામાં આવી રહ્યો છે એક ઇચ મોટી ૪૪ લેયર ભરવાના છે તેના માટે ૫૦ ટકાથી વધુ ૨૫ લેયર ભરવામાં આવ્યા છે. ૧૫ સપ્ટેમ્બર સુધી આ પાયા ભરવાની સમય સીમા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા સંસ્થાને આપવામાં આવી હતી અને સંસ્થાના અધિકારીઓએ ૧૨-૧૨ કલાકની બે શિફટમાં કામ શરૂ કર્યું હતું
આ કાર્ય હવે ૧૫ સ્પટેમ્બર પહેલા પુરૂ કરવામાં આવશે મંદિર નિર્ણ માટે ઓકટોબર મહીનાથી મંદિરના બેસના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે ટાટા કંસલ્ટેંસી અને બાલાજીના એન્જીનિયરો દ્વારા મંદિરની મજબુતીને ધ્યાનમાં રાખતા નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.