૧૫-૧૮ વય જૂથના રેલવે કર્મચારીઓના બાળકો માટે રસીકરણ કેમ્પનું આયોજન
(એજન્સી)અમદાવાદ, કોવિડ-૧૯ મહામારી સામેની આ લડાઈમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ તરૂણ જૈન દ્વારા તેમના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આ મહામારીથી સુરક્ષિત રાખવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ દિશામાં તમામ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમના ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને આ મહામારીથી સુરક્ષિત રાખવાના હેતુથી, રેલવે હેલ્થ યુનિટ, કાંકરિયા અને રેલવે ડિસ્પેન્સરી, સાબરમતી ખાતે ૨૧મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૦૯ઃ૩૦ થી ૧૬ઃ૦૦ કલાક સુધી અને ૨૨મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૦૯ઃ૩૦ કલાકથી ૧૩ઃ૦૦ કલાક સુધી (બે દિવસ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.