૧૬૭ વર્ષમાં પ્રથમ વખત ૧૦૦% ટ્રેનો સમય પર દોડી
૧ જુલાઈએ તમામ ૨૦૧ ટ્રેનો નિર્ધારીત સમય પર પહોંચી
નવી દિલ્હી, ભારતીય રેલવની ટ્રેનો નિર્ધારીત સમય કરતાં મૂળ સ્ટેશન મોડી પહોંચી છે, એ જાણીતા બાબત છે. જોકે, હવે લોકડાઉન બાદ ભારતીય રેલવેએ પોતાની નવી છબી રજૂ કરી અને ઇતિહાસ રચ્યો છે. ૧લી જુલાઈ દોડેલી ૨૦૧ ટ્રેનો કોઈ જ પર વિલંબ કર્યા વિના નિર્ધારીત સમય મુજબ સ્ટેશન પર પહોંચી છે.
ભારતીય રેલવે તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય રેલવેના ઇતિહાસ પહેલીવાર એવું થયું છે કે તમામ ૧૦૦ ટકા ટ્રેનો પોતાના નિર્ધારીત સમય પર દોડી અને સ્ટેશન પર સમયપર પહોંચી છે. ૧લી જુલાઈએ દોડેલી ૨૦૧ ટ્રેન પૈકી એક પણ ટ્રેન પૈકી કોઈ ટ્રેન લેટ પડી નથી. રેલવે તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ પહેલાં ૨૩ જૂને ૯૯.૫૪ ટકા ટ્રેનો પોતાના સમયમાં ચોક્કસ રહી, ફક્ત એક ટ્રેન મોડી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ભારતમાં રેલવેનો ઇતિહાસ ૧૬૭ વર્ષ જૂનો છે.
અહીંયા અંગ્રેજ શાસનકાળમાં ૧૮૫૩માં રેલવેની શરુઆત થઈ હતી. ત્યારથી લઈને હમણાં સુધી ભારતીય રેલવે દ્વારા સંચાલિત ૧૦૦ ટકા ટ્રેનો ક્યારેય નિર્ધારીત સમયે પોતાના સ્ટેશને પહોંચી નથી. જ્યારે, તાજેતરમાં ઈન્ડિયન રેલવેએ ટ્રેક પર બે કિલોમીટર લાંબી ટ્રેન ચલાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ટ્રેનને સુપર એનાકોન્ડા નામ આપવામાં આવ્યું હતું. આ પ્રથમ અવસર હતો, જ્યારે દેશમાં બે કિલોમીટર લાંબી ટ્રેન દોડાવવામાં આવી હતી. રેલ મંત્રી પીયુષ ગોયલે ટ્રેનનો વીડિયો શેર કરીને આ ટ્રેન સુપર એનાકોન્ડા હોવાનું કહ્યું હતું. માલસામાન ભરેલી આ ટ્રેનમાં ૧૭૭ વેગન હતા.