૧૬૯ દિવસ બાદ દિલ્હી મેટ્રોની સેવા શરૂ કરવામાં આવી
નવીદિલ્હી, કોરોના વાયરસ સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જાહેર પરિવહનની સેવાઓ પણ રોકી દેવામાં આવી હતી હવે અનલોક શરૂ થયા બાદ તેને ચરણબધ્ધ રીતે શરૂ કરવામાં આવી રહી છે આ ક્રમમાં આજે ૭ સપ્ટેમ્બરથી દિલ્હી મેટ્રોનું પરિચાલન પણ શરૂ થઇ ગયું છે. મેટ્રો સેવાઓ આજે સવારે સાત વાગ્યાથી શરૂ થઇ હતી.
પહેલા તબક્કામાં પહેલા યેલો લાઇન પર સેવા શરૂ કરવામાં આવી છે આ રૂટના માધ્યમથી મુસાફરો સમયપુર બાદલીથી ગુરૂગ્રામના હુડા સિટી સેન્ટર સુધી જઇ શકશે ડીએમઆરસીનો દાવો છે કે કોવિડ ૧૯ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે. એ યાદ રહે કે દિલ્હી મેટ્રોની સેવા ૧૬૯ દિવસ બાદ ફરીથી શરૂ થઇ છે.
બીજી બાજુ દિલ્હી પોલીસના જાેઇન્ટ કમિશ્નર અતુલ કટિયારે જણાવ્યું હતું કે ભીડને નિયંત્રિત કરવા માટે દરેક મેટ્રો સ્ટેશન પર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે આ સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે આ પોલીસ કર્મીએ વાતનું પણ ધ્યાન રાખશે કે મેટ્રોથી મુસાફરી કરનારા લોકોએ ફેસ માસ્ક પહેર્યા છે કે નહીં કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ રહ્યું છે કે નહીં કટિયારે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ ભીડ નિયંત્રિત કરવાની સાથે કોવિડ ૧૯ સાથે જાેડાયેલી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરાવવાનું સુનિશ્ચિત કરવું પડશે.HS