૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોનાની વેક્સિન અપાશે

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૬ તારીખે દેશમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વેક્સિનને લઈને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
પીએમ મોદી સાથેની આ બેઠક દરમિયાન હેલ્થ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, પ્રિંસિપલ સેક્રેટરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા દેશવાસીઓ માટે મોદી સરકારે આજે મહત્વનો ર્નિણય લેતા કોરોના વેક્સિન આપવાની તારીખની જાહેરાત કરી દીધી છે. આગામી ૧૬ તારીખથી દેશમાં કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. લોહડી, મકરસંક્રાંતિ, માઘ બિહુ જેવા તેહેવારોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવાયો છે. આ તમામ તહેવારો ૧૫ જાન્યુઆરીએ પુરા થઈ જશે.
કોરોનાની આ વેક્સિન પહેલા તબક્કામાં ૩ કરોડ ફ્રંટલાઈન અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. ત્યાર બાદ ૫૦ વર્ષથી વધારે ઉંમરના અને એક કરતા વધારે બિમારી ધરાવતા ૫૦ વર્ષથી અંદરના લોકોને આ વેક્સિન આપવામાં આવશે. આ લોકોની સંખ્યા લગભગ ૨૭ કરોડ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સોમવારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠકને સંબોધિત કરવાના છે. આ બેઠક બાદ પીએમ મોદી કોરોના વેક્સિનના અભિયાનની તારીખ જાહેર કરશે તેમ માનવામાં આવતુ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જ ઉચ્ચસ્તરીય બેઠક યોજી કોરોનાના વેક્સિનની જાણકારી મેળવી હતી. કો-વિન વેક્સિન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમને લઈને પણ જાણકારી મેળવી હતી.
કો-વિન એક એવુ ડિજિટલ પ્લેટફોર્મ છે જેના દ્વારા કોરોનાની વેક્સિન અપાયાનો ચોક્કસ સમય, વેક્સિનના સ્ટોક સાથે સંબંધિત સૂચનાઓ, તેમને સ્ટોર કરવાના તાપમાન અને જે લોકોને કોરોનાની વેક્સિન લગાવવાની છે તેમને ટ્રેક કરવાનું કામ થઈ શકશે. અત્યાર સુધીમાં ૭૯ લાખ લોકોથી વધારે લાભાર્થીઓએ કો-વિન પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧ની શરૂઆત સાથે જ ભારતે બે જ દિવસમાં એક પછી એક એમ બે કોરોનાની વેક્સિનને મંજુરી આપી હતી. સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે પરંતુ એ પહેલા જ દેશભરમાં વેક્સીનેશન મિશન શરુ કરવા એલાન કરી દેવાયું હતું. આ સિવાય સત્તાધીશ ભાજપ લોકો વચ્ચે કોરોના વેક્સિનને લઇને આશંકાઓને દૂર કરવા માટે મોટાપાયે મિશન શરુ કરવાની તૈયારી કરી રહ્યું છે.
કોરોના રસીકરણ માટે સરકારમાં નોંધણી કરવી જરુરી છે. જે માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ, મતદાન ઓળખ પત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મનરેગા જાેબ કાર્ડ, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્રારા જારી સર્વિસ આઇડી કાર્ડ, પાસપોર્ટ, આરજીઆઇ દ્વારા જારી સ્માર્ટ કાર્ડ, પેન્શન ડોક્યુમેન્ટ્સ વિથ ફોટો, પોસ્ટ ઓફિસ કે બેન્કની પાસબુક ફોટો સાથે વગેરે દસ્તાવેજાે માન્ય રહેશે. આ સાથે સરકારે રસીકરણ નોંધણી માટે એક ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૫ પણ જાહેર કરેલ છે.SSS