૧૬ મહિનાની પુત્રી પર બળાત્કાર બાદ પિતાએ કરી હત્યા,દંપતિને ફાંસી

મુંબઇ,મહારાષ્ટ્રના સોલાપુરની કોર્ટે રાજસ્થાની દંપતિને ફાંસીની સજા ફટકારી હતી. દંપતિ બાડમેરના રહેવાસી છે. અદાલતે દંપતિને ૧૬ મહિનાની બાળકીનું જાતિય શોષણ અને પછી હત્યા કરવા બદલ દોષી ઠેરવ્યું હતું. બાળકીના પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
જાન્યુઆરી ૨૦૨૨માં બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે માતા-પિતા વિરૂદ્ઘ જાતીય શોષણ અને હત્યાનો કેસ નોંધ્યો હતો. ફાસ્ટ ટ્રક કોર્ટ પાંચ મહિનાની સુનાવણી બાદ આ ર્નિણય આપ્યો છે.પોલીસ પાસેથી માહિતી અનુસાર, આ ઘટના સિકંદરાબાદ શહેરમાં ૩ જાન્યુઆરીએ પ્રકાશમાં આવી હતી. આરોપી ધોલારામ અર્જુનરામ બિશ્નોઇ (૨૬) અને પત્ની પુનીકુમારી બિશ્નોઇ (૨૦) બાડમેરના રહેવાસી છે.
૩ જાન્યુઆરીએ ધોલારામે ૧૬ મહિનાની બાળકી પર જાતીય શોષણ કરી અને તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી. બાળકીની હત્યા કર્યા બાદ પતિ-પત્ની સિકંદરાબાદ -રાજકોટ એકસપ્રેસ ટ્રેનમાં લાશને નિકાલ માટે લઇ જતા હતા. આ દરમિયાન તેમની બાજુમાં બઠેલા એક મુસાફરને આ દંપતિ પર શંકા ગઇ. બાદમાં તેણે ટીકીટ ચેકરને આ વાત કહી. ટ્રેન જયારે સોલાપુર પહોંચી ત્યારે રેલ્વે પોલીસે દંપતિની પૂછપરછ કરી અને પછી સમગ્ર ઘટના સામે આવી હતી.
પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરીને બાળકીના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવતીનું યૌન શોષણ બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.આરોપી દંપતિ વિરૂદ્ઘ લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં હત્યા, બળાત્કાર અને પોકસો એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
મામલાની ગંભીરતાથી તપાસ કરતા પોલીસે ૯ દિવસમાં ૩૧ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. સોલાપુર, હૈદરાબાદ, સિકંદરાબાદ, રાજસ્થાન અને નેપાળમાંથી સાક્ષીઓના ઓનલાઇન નિવેદનો લેવામાં આવ્યા હતા. સાક્ષીઓ અને અનય પુરાવાઓના આધારે કોર્ટે ગુરુવારે દંપતિને ફાંસીની સજા સંભળાવી હતી. પાંચ મહિનાની સુનાવણી બાદ કોર્ટે આ ર્નિણય આપ્યો છે.HS1KP