૧૬ રાજ્યોમાં ભારે વરસાદથી ૯૦૦ના મોત

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની મહામારી પરેશાન કરી રહી છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ કાળો કેર વર્તાવી દીધો છે. અત્યાર સુધીના વરસાદમાં દેશના ૧૬ રાજ્યોમાં ગંભીર સ્થિતિ ઉભી કરી છે, આ રાજ્યોમાં મૂશળાધાર વરસાદને લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનની અલગ-અલગ દુર્ઘટનાઓ ૯૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં બનેલી ભૂસ્ખલનની ઘટનામાં ૩૩ લોકોના મોત નીપજ્યા હતા. આ સિવાય પશ્ચિમ બંગાળ, અસામ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ સૌથી વધુ પ્રભાવિત બન્યા છે.