૧૬ વર્ષની છોકરીના ૩ દિવસના ગર્ભનો ગર્ભપાત કરવા આદેશ
અમદાવાદ,ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશનમાં છોકરીની ભાળ મળતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ પછી તેની મેડિકલ તપાસ કરવામાં આવી તો તે ત્રણ દિવસની સગર્ભા હોવાનું માલુમ પડ્યું હતું.
જે બાદ કોર્ટે નિષ્ણાંત ડૉક્ટરોને અભિપ્રાય લઈને ગર્ભનો ગર્ભપાત કરવા માટે આદેશ આપ્યો હતો. છોકરીએ મળ્યા પછી તેણે પોતાના માતા-પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મળતી વિગતો એવી છે કે સાડા ૧૬ વર્ષની છોકરી ગુમ થયા બાદ તેના પિતાએ હેબિયસ કોર્પસ કરી હતી અને તે પછી છોકરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી તો તેણે પોતાના માતા-પિતા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જાેકે, તે પ્રેગનેન્ટ હોવાનું માલુમ પડતા તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી જેમાં તેને ત્રણ દિવસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું.
પીડિતા ૧૮ વર્ષથી નાની હોવાથી કોર્ટે આરોપી સામે પોક્સો સહિતની ફરિયાદ નોંધવા તથા ભૃણનું સેમ્પલ લઈને તેની ડીએનએ તપાસ કરવા માટે પણ જણાવ્યું છે. છોકરી બળાત્કારનો ભોગ બની હોવાથી તેને સરકારી વળતરની ચૂકવણી માટે સુરતની ડિસ્ટ્રિક લિગલ સર્વિસ ઓથોરિટીને આદેશ કરવામાં આવ્યો છે.
પીડિતાના નામે ફિક્સ ડિપોઝિટ કરાવવાની રહેશે કે જેનો ઉપયોગ તેના અભ્યાસ પાછળ કરવામાં આવશે. પીડિતાએ આગળ ભણવાની ઈચ્છા કોર્ટ સમક્ષ વ્યક્ત કરી છે. છોકરી બળાત્કારનો ભોગ બની હોવાથી તેનું કાઉન્સિલિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
છોકરી પર થયેલા બળાત્કારના કેસમાં મહત્વના ર્નિણયો કોર્ટે લીધા બાદ રિટનો નિકાલ કર્યો છે પરંતુ જાે આ કિસ્સામાં કોઈ મુશ્કેલી ઉભી થશે તો પિટિશન ફરી ઓપન કરી શકાશે તેમ પણ કોર્ટે નોંધ્યું છે.
કોર્ટે છોકરી પુખ્ત વયની ના થાય ત્યાં સુધી તેને ભણાવવા કે કોઈ તાલિમ અપાવવા માટે કોર્ટે માતા-પિતાને જણાવ્યું છે. આ સાથે તેના લગ્નન તે પુખ્તવયની થઈ જાય તે પછી કરાવવા માટે જણાવ્યું છે.ss2kp