૧૭મી જાન્યુ.થી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ડુંગરપુર સુધી ચાલશે
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે .આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ- ટ્રેન નંબર ૦૯૫૪૩/૦૯૫૪૪ અસારવા – હિંમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૫૪૩ અસારવા – ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ થી આગળની સૂચના સુધી અસારવા થી દરરોજ (રવિવાર સિવાય) ૧૦ઃ૦૦ કલાકે ઉપડીને તે જ દિવસે ૧૪ઃ૩૦ કલાકે ડુંગરપુર પહોંચશે.
પરતમાં ટ્રેન નંબર ૦૯૫૪૪ ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ થી દરરોજ (રવિવાર સિવાય) ડુંગરપુરથી ૧૪ઃ૫૦ કલાકે ઉપડશે અને ૧૯ઃ૧૫ કલાકે અસારવા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સહિજપુર, સરદાર ગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાલિયાં મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરપુર, પ્રાંતિજ, સોનાસણ, હાપા રોડ, હિંમતનગર, વીરાવાડા, રાયગઢ, સુનાક, શામળાજી રોડ, લસાડિયા, જગબોર, બિછીવાડા શ્રી ભાવનાથ શાલશાહ થાણા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ અનરિઝર્વ્ડ કોચ રહશે.