૧,૭૩,૭૩૨ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક સાથે પાસ,ટિ્વન્સ બહેનો ધોરણ ૧૦માં ટોપર બની
અમદાવાદ: કોરોના મહામારીને કારણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ ગઇકાલે રાતે ૮ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જાે કે આ પરિણામ ફક્ત સ્કૂલોમાં જ જાેઈ શકાયું હતું. રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ સ્કૂલો મળી કુલ ૧૦,૯૭૭ સ્કૂલોમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.
૧૭,૧૮૬ વિદ્યાર્થીઓને એ૧ ગ્રેડ મળ્યો,૫૭,૩૬૨ વિદ્યાર્થીઓને એ૨ ગ્રેડ,૧,૦૦,૯૭૩ વિદ્યાર્થીઓએ બી ૧ ગ્રેડ મેળવ્યો,૧,૫૦,૪૩૨ વિદ્યાર્થીઓને બી૨ ગ્રેડ મળ્યો,૧,૮૫,૨૬૬ વિદ્યાર્થીઓને સી૧ ગ્રેડ,૧,૭૨,૨૫૩ વિદ્યાર્થીઓને સી૨ ગ્રેડ રાજ્યમાં ૧,૭૩,૭૩૨ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ જયારે અમદાવાદની બે ટિ્વન્સ બહેનોએ ધોરણ ૧૦માં માસ પ્રમોશનમાં પણ ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.બંને બહેનોએ સાથે મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. હવે તેમને સાથે જ ડોક્ટર બનવાની ઈચ્છા છે. ક્રિનાએ છ ૧ અને ક્રિષ્નાએે એ ૨ ગ્રેડ મેળવ્યો છે.પરિણામથી બંને બહેનો ખુશ છે. બંને બહેનોએ સાથે મહેનત કરીને એક બીજાના સપોર્ટથી આજે સારું પરિણામ મેળવ્યું છે.
વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું હોવાથી આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચ્યા હતા. આ માર્કશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ ૭.૩૦ વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.
ભવ્ય ભટ્ટ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા ન યોજાવાથી સીટ નંબર ના મળતાં સ્કૂલમાંથી કાચી માર્ક્સશીટ મેળવી છે, જે એડમિશન માટે ઉપયોગી થશે. આજે માર્ક્સશીટ તો મળી, પરંતુ પરીક્ષા યોજીને માર્ક્સશીટ આપવામાં આવી હોત તો વધુ ખુશી થઈ હોત.
નારણપુરાની વિજયનગર સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે ધોરણ ૯ અને ૧૦નાં પરિણામના આધારે પરિણામ આપવામાં આવ્યું છે. આજે સવારે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને પરિણામ આપવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં પદ્ધતિ અલગ હતી, પરંતુ અમે વ્યવસ્થા કરીને તમામને પરિણામ આપ્યાં છે.
આજે મળેલા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાજ થયા છે. અગાઉ માસ પ્રમોશનને કારણે પણ વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. ત્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છતા હતા, પરંતુ માર્ક્સશીટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા આપી હોત તો પરિણામ વધુ સારું આવ્યું હોત.
પ્રિયાંશી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારી આશા હતી કે ધોરણ ૧૦માં ખૂબ જ મહેનત કરી છે તો પરિણામ પણ એ મહેનતના આધારે સારું આવ્યું હોત, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામમાં ઘટાડો થયો છે. અમે જે રીતે મહેનત કરી છે એ રીતે પરિણામ મળ્યું નથી. જય શાહ નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે અત્યારે છ૧ ગ્રેડ તો આવ્યો છે, પરંતુ બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત. દરરોજ ૬થી ૭ કલાક વાંચન હતું. પરિણામ માટે ૯૫ ટકાની આશા હતી, પરંતુ એ પ્રમાણે આવ્યું નથી.
દેવ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારું પરિણામ ૯૫.૧ ટકા છે, પરંતુ મે ૭થી ૮ કલાક મહેનત કરી હતી. પરીક્ષા ઓફ્લાઈન યોજાઈ હોત તો સારું હોત, અમે ઓનલાઇન સ્કૂલ અને ટ્યૂશન ભર્યા હતા, જેમાં તનતોડ મહેનત કરી હતી. એ બાદ અમારી પરીક્ષા યોજાઈ હોત અને તેનું પરિણામ આવત તો અમારી ખુશીનો પાર ન રહેત.હર્ષવર્ધન દરજી નામના વાલીએ જણાવ્યું હતું કે જાે બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો અત્યાર કરતાં પરિણામ સારું આવ્યું હોત, મારી દીકરીને તેની ક્ષમતા પણ ખબર પડતી. આ તો બોર્ડે પરીક્ષા યોજી નથી, પરંતુ બાળકોએ તૈયારી કરી હતી, જેથી બાળકોની ક્ષમતા ખબર પડતી, બોર્ડે પરીક્ષા ના યોજી જેને કારણે પરિણામ પર અસર પડી.