Western Times News

Gujarati News

૧૭ વર્ષની તરૂણી ૧૪ વર્ષના કિશોરને ભગાવી ગઈ

સુરત, હવે પ્રેમની કોઈ મર્યાદા રહી નથી. ૧૦ વર્ષના કિશોરથી લઈને ૧૦૦ વર્ષના વૃદ્ધને પણ પ્રેમ થઈ જાય છે. ત્યારે આ પ્રેમ મર્યાદા વટાવી જાય ત્યારે ઉહાપોહ થઈ જાય છે. સુરતમાં ૧૭ વર્ષની કિશોરી ૧૪ વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ હતી. બંને પરત આવ્યા બાદ તરૂણીએ સંબંધ બાંધ્યા હોવાનું કહેતા બંનેના માતાપિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે પોલીસે કિશોરની અટકાયત કરી છે.

સુરતની ૧૪ વર્ષની કિશોરી અને ૧૭ વર્ષનો કિશોર હાલ ચર્ચાને ચગડોળે ચઢ્યા છે. વીસ દિવસ પહેલા વરાછા વિસ્તારની ૧૭ વર્ષની સગીરા ગુમ થઈ હતી. તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ સગીરા જાતે જ ઘરે પરત આવી ગઈ હતી.

પરિવારજનોએ તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે ફૂટપાથ પર રહેતા એક સગીર કિશોર સાથે ભાગી ગઈ હતી. સગીરાએ પોલીસ સામે એ પણ ઘટસ્ફોટ કર્યા કે, તે જે સગીર સાથે ભાગી ગઈ તે ૧૪ વર્ષનો હતો. ભાગી ગયા બાદ બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.

આ જાણીને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે પિતાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તરુણ કિશોરની અટકાયત કરી છે. તો તરૂણીના નિવેદન બાદ હવે તેમાં બળાત્કાર અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.