૧૭ વર્ષીય મુસ્લિમ યુવતીને પસંદગીના લગ્ન કરવાનો સંપૂર્ણ અધિકાર છેઃ હાઈકોર્ટ

નવીદિલ્હી, દેશમાં છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય ૨૧ વર્ષ કરવામાં આવી છે, કેન્દ્ર સરકારના આ ર્નિણયને મહિલાઓ અને ઘણા નિષ્ણાતોએ આવકાર્યો છે. આ દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં ૧૭ વર્ષની મુસ્લિમ યુવતીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે જે છોકરી તરુણાવસ્થા પ્રાપ્ત કરી ચૂકી છે તે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. કોર્ટે આ આદેશ ૧૭ વર્ષની મુસ્લિમ યુવતીના ૩૩ વર્ષના પુરુષ સાથે પોતાની મરજીથી લગ્ન કરવાના કેસમાં આપ્યો છે. જણાવી દઈએ કે યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે વ્યક્તિએ તેની પુત્રીને લાલચ આપીને લગ્ન કર્યા હતા. જસ્ટિસ હરનરેશ સિંહ ગિલે મુસ્લિમ રિવાજાે અનુસાર લગ્ન કરનાર દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી સુરક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
એક રિપોર્ટમાં ન્યાયાધીશની ટિપ્પણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કાયદામાં સ્પષ્ટ છે કે મુસ્લિમ યુવતીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો દ્વારા રજીસ્ટર કરવામાં આવે છે. સર દિનશાહ ફરદુનજી મુલ્લાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મડન લૉની કલમ ૧૯૫ મુજબ પિટિશનર નંબર ૧ (છોકરી), ૧૭ વર્ષની ઉંમરની હોવાથી તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નનો કરાર કરવા માટે સક્ષમ છે.
ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, અરજદાર નંબર ૨ (તેના પતિ)ની ઉંમર આશરે ૩૩ વર્ષની હોવાનું કહેવાય છે. આમ મુસ્લિમ પર્સનલ લો મુજબ અરજદાર નંબર ૧ લગ્નપાત્ર વયની છે. જસ્ટિસ ગિલે કહ્યું કે, માત્ર કારણ કે અરજદારોએ તેમના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, તેથી તેમને બંધારણમાં પરિકલ્પિત મૂળભૂત અધિકારોથી વંચિત ન રાખી શકાય.
બીજી તરફ તેમની અરજીમાં દંપતીએ દલીલ કરી હતી કે મુસ્લિમ પર્સનલ લો અનુસાર, લગ્ન અને મતદાનની ઉંમર સમાન છે. મુસ્લિમ મહિલાઓને ૧૫ વર્ષની ઉંમરથી યુવાન ગણવામાં આવે છે. દંપતીના વકીલે દલીલ કરી હતી કે આ કિસ્સામાં પત્ની અને પતિ બંનેની ઉંમર ૧૫ વર્ષથી વધુ છે, આમ તેઓએ કાયદેસર રીતે એકબીજા સાથે લગ્ન કર્યા છે અને રક્ષણની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે હાલ દેશમાં લગ્નની ઉમરમાં વધારો થવાને લઈને સતત ચર્ચાઓ ચાલી રહ્યા છે ત્યારે આ ચુકાદો આવ્યો છે.HS