૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનનો ૭૦મો જન્મદિવસ-ગુજરાત આવે એવી શક્યતા નહિવત
જન્મદિવસે મોદી ગુજરાત આવે એવી શક્યતા નહિવત -PMO તરફથી આગામી બે દિવસનો કોઈ કાર્યક્રમ અપાયો નથીઃ રાજ્યભરમાં કોઈ તૈયારી પણ નથી કરાઈ
ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પોતાના જન્મદિવસ પર ગુજરાત આવે તેવી સંભાવના લગભગ નહિવત છે. આ પાછળનું કારણ કોરોના વાયરસની મહામારી અને ચોમાસું સત્ર માનવામાં આવી રહ્યા છે.
https://westerntimesnews.in/news/72431
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે ગુજરાતમાં હોય ત્યારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરમાં રહેતા તેમના ભાઈના ઘરે જતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે આવે છે અને તેઓ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે માતાના આશિર્વાદ લેવા માટે ગાંધીનગર આવતા હોય છે. મહત્વના સૂત્રો જણાવી રહ્યા છે કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી વડાપ્રધાન પોતાના જન્મદિવસે ગુજરાત આવે છે તેવી કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. જેથી આ અઠવાડિયામાં તેઓ મુલાકાત લેશે તેવી શક્યાતાઓ નહિવત છે.
https://westerntimesnews.in/news/72177
આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરે ૭૦ વર્ષના થઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા સોમવારથી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે આગામી રવિવાર સુધી ચાલશે. પાર્ટીના નેતાએ જણાવ્યું કે, આ સેવા સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ સેવા કર્યો કરવામાં આવશે જેમાં ૭૦ તાલુકામાં ૭૦ દિવ્યાંગોને સહાય, ૭૦ બ્લોકમાં ૭૦ વ્યક્તિઓનું બહુમાન, કોરોના દર્દીઓ માટે ફ્રૂટની વહેચણી, પ્લાઝ્મા ડોનેશન અને રક્તદાન જેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે એવી પણ વિગતો મળી રહી છે કે, ૭૦ વેબિનાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે જણાવવામાં આવશે, દરેક બૂથમાં ૭૦ છોડ પણ રોપવામાં આવશે અને સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે, આ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, વડાપ્રધાન ગુજરાત આવવાના હોય તો ઠેર-ઠેર સુરક્ષા બંદોબસ્ત સહિત તેમના સ્વાગત માટે પોસ્ટર્સ લગાવવામાં આવતા હોય છે
જોકે, હજુ સુધી આવું જોવા મળ્યું નથી. બીજી તરફ વડાપ્રધાન મોદીના જન્મદિવસને ૨ દિવસ કરતા પણ ઓછો સમય બાકી છે. એવી અટકળો પણ લગાવાવમાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાત આવશે તો અમદાવાદમાં સીવીલ કેમ્પસમાં નવી નિર્માણ પામેલી યુએન મહેતા હોસ્પિ.ના બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરી શકે છે.