Western Times News

Gujarati News

૧૭ હજાર ડીલીવરી કરનાર શ્રેષ્ઠ ગાયનેક ડોકટરનું સન્માન

ડાકોર, યાત્રાધામ ડાકોરમાં આવેલ રેફરલ હોસ્પિટલ થતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડો. અજયભાઈ વાળાને ૬ વર્ષ પૂર્ણ કરીને ૭માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા ડાકોર ત્રિમૂર્તિ ગ્રુપના ઉપપ્રમુખ હેમલ અશોકભાઈ પટેલ દ્વારા ડો. અજયભાઈ વાળાનું શાલ તથા ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

તેઓના ફરજ દરમિયાન અત્યાર સુધીમાં ૩,પ૭,પ૦૦ જેટલા ઓ.પી.ડી કેસ ર,૦૪,૦૦૦ ઈન્ડોર કેસ ૧૭,૪૦૦ ડીલેવરી ઉપરાંત ૪૪૦૦ જેટલી સીઝર કરવામાં આવી છે. ર૦,૮૦૦ જેટલી નાની-મોટી સર્જરીઓ અને ૪૮૦૦ દર્દીઓને બ્લડ આપવામાં આવેલ છે.

તેઓના અથાગ પ્રયત્નોથી આરોગ્ય વિભાગ ગાંધીનગર તરફથી બ્લડ સ્ટોરેજ યુનિટ ડાકોર ખાતે અતિ-આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલબ્ધ કરાવેલ છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા એવોર્ડ અને ગુજરાત રાજયના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ ગાયનેક એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. લક્ષ નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.