Western Times News

Gujarati News

૧૮મી પછી વેપાર ધંધા શરૂ કરો નહી તો સવિનય કાનૂન ભંગ કરી દુકાનોના શટર ખોલી નાખીશું

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે ૬૦ ટકા વેપાર ધંધા ચાલુ છે પણ ૪૦ ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનના કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓ નો મરો થઈ રહ્યો છે જેથી ૧૮ મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહયા છે. તે જાેઈને સરકાર પણ ૧૮ મી પછી નિયંત્રણો માં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત ના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ પણ આ અંગે સંકેત આપ્યો હતો કે,રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્વના ર્નિણય કરવામાં આવશે ૧૮મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપી તે અંગેનો ર્નિણય કરવામાં આવશે. વ્યાપાર ધંધા અને રોજગાર ને લઈને નાના વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરવા માટે અનેક રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ ર્નિણય કરવામાં આવશે.

ગુજરાતના વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લોકડાઉન નહીં લંબાવવાની માંગ કરી રહ્યા છે. અન્યથા સવિનય કાનુન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે. વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં પણ ૬૦ ટકા વેપાર ધંધાને છુટછાટ છે.માત્ર ૪૦ ટકા બંધ છે અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી.કોરોના ચેઈન તોડવી જ હોય તો સંપૂર્ણ લોકડાઉન લાદી દો અથવા તમામ વેપાર ધંધાઓને છૂટછાટો આપવામાં આવે.

ગુજરાતમાં ચાલતા મોબાઇલ અને એસેસરીઝના ઓનલાઈન વેપારને બંધ કરવાની પણ માંગ કરી હતી.બજારો બંધ રાખવાના સરકારના ર્નિણયને કારણે નાના વેપારીઓ માટે જીવન નિર્વાહ કરવું અઘરું સાબિત થઈ રહ્યું છે. રાજય સરકારે સમગ્ર રાજયમાં તા.૧૮ મે સુધી આંશિક લોકડાઉનના નિયંત્રણો લંબાવ્યા છે. જેમાં કેટલાક સમયથી નાના વેપારીઓ રોષે ભરાયા હતા અને અધકચરા લોકાડાઉનના કારણે નાના વેપારીઓની અવદશા થવા પામી છે. એક સાથે દુકાનો ખોલી અને કાનુન ભંગની ચિમકી ઉચ્ચારી હતી.

હાલ નાના વેપારીઓને કચડીને જ તેમના વિકાસને રૂંધીને જ કોરોના સંક્રમણના નામે આર્થિક લોકડાઉન લાદયું છે.જેનાથી કોઇ કોરોનાની ચેઇન તોડવામાં સફળતા મળે તેવું લાગતુ નથી કારણ કે માત્ર નાના વેપારીઓને ધંધા બંધ રખાવી બાકીનું બધુ ખુલ્લુ રાબેતા મુજબ ખુલ્યુ છે. જેના કારણે કોરોના ચેઇન તુટે એવું લાગતું નથી.વેપારીઓએ હવે આર્થિક અને અધકચરા લોકડાઉનથી નારાજ થયા છે. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વેપારી સંગઠન સરકાર લેવલે મંત્રણા કરીને નાના વેપારીઓની મુશ્કેલીઓ અંગે રજુઆત કરવા છતાં કોઇ છુટછાટ ન આપતા હવે વેપારીઓ પણ મજબુરીવશ સવિનય કાનુન ભંગ કરવાના મુડમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.