Western Times News

Gujarati News

૧૮૮ દેશોમાં પાકિસ્તાનની એરલાઇન્સ પર પ્રતિબંધ લાગી શકે છે

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની એરલાઇન્સને દુનિયાના ૧૮૮ દેશોમાં તાકિદે જ પ્રતિબંધ લગાવી શકાય છે સંયુકત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડયન સંગઠન આઇસીએઓ દ્વારા જરૂરી પાયલોટ લાઇસેંસિંગ અને અન્ય મુદ્દા પર વૈશ્વિક માનકોને પુરૂ કરવામાં નિષ્ફળ રહેવાને કારણે પાકિસ્તાન પર આ માર પડવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

પાકિસ્તદાની અખબાર ધ એકસપ્રેસ ટ્રિબ્યુને આ હેતુનો રિપોર્ટ પ્રકાશિત કરતા કહ્યું કે લાઇસેંસ કૌભાંડના કારણ બ્રિટેન અને યુરોપીય સંધ ઉપરાંત કેટલાક મુસ્લિમ દેશ પહેલા જ પાકિસ્તાન ઇટરનેશનલ એરલાઇસ પીઆઇએની ઉડાનોને પ્રતિબંધિત કરી ચુકયુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ નવેમ્બરે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓખોરિટી પીસીએએએને આઇસીએઓને આ બાબતે એક પત્ર લખ્યો છે. આઇસીઅએઓએ પોતકાના ૧૭૯માં સત્રની ૧૨મી બેઠકમાં પોતાના સભ્ય દેશોને મહત્વપૂર્ણ સુરકક્ષા ચિંતાઓ માટે એક મેકેનિઝમને મંજુરી આપી હતી ત્યારબાદ તેમણે પીસીએએએને ગંભીર ચેતવણી આપી હતી. રિપોર્ટ અનુસાર પોતાના પત્રમાં આઇસીસીઓએ કહ્યું કે પાયલોટ લાઇસેસિંગ અને અન્ય મામલામાં વૈશ્વિક માનક પુરા કરવામાં નિષ્ફળ રહેવાને કારણે પાક એરલાઇન્સોની ઉડયનો ૧૮૮ દેશોમાં રોકી શકાય છે.

આઇસીએઓ દિશા નિર્દેશો અનુસાર જાે પાક ઉડયનો પર ૧૮૮ દેશોમાં પ્રતિબંધ લગાવે છે તો દેશનું ઉડયન ઉદ્યોગ પુરી રીતે ચૌપટ થઇ જશે એ યાદ રહે કે કેટલાક મહીના પહેલા આ વાત સામે આવી હતી કે પાકિસ્તાનના ૨૬૨ પાયલોટે નકલી દસ્તાવેજાે દ્વારા લાઇસેંસ પ્રાપ્ત કર્યા હતાં જેમાંથી ૧૪૬ પાયલોટ ફકત પીઆઇએના છે. જયારે આઇસીએઓએ જુનથી આ મુદ્દાને ઉઠાવ્યો પરંતુ પાકિસ્તાન તેને નજરઅંદાજ કરી રહ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.