૧૮.૦૪ લાખના ૪૫૦૦૦ ક્વાટર ટ્રકમાંથી ઝડપી પાડતી શામળાજી પોલીસ

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લાનો ચાર્જ સંભળાતાની સાથે જીલ્લામાં પ્રોહીબીશનની અમલવારી માટે બુટલેગરો સામે લાલ આંખ કરી છે બુટલેગરો આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે ત્યારે હરિયાણા કરનાલના નામચીન બુટલેગર કાન્યાજાેન નામના બુટલેગરે ટ્રકમાં ક્વાંટરીયાની ૯૪૦ પેટી ભરી ગુજરાતના બુટલરગરને દારૂ પહોંચાડવા બે ખેપિયાના રવાના કર્યા હતા
ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ટ્રકને ઝડપી પાડી હતી ટ્રકમાંથી ૧૮.૦૪ લાખના દારૂ સાથે બે ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે શામળાજી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી હરીયાણા પાસીંગની શંકાસ્પદ ટ્રક જણાઈ આવતા રોકવામાં આવી હતી
.પોલીસે ટ્રકમાં તલાસી લેતા ટ્રકમાંથી વીદેશી દારૂના ક્વાંટરીયા નંગ-૪૫૧૨૦/- કીં.રૂ.૧૮૦૪૮૦૦/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક મોહનદાસ શંકરદાસ દાસ અને વિકાસ બલબીરસિંઘ વાલ્મીકી (બંને,રહે.હરિયાણા) ને દબોચી લઇ વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ.રૂ.૨૫.૦૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી શામળાજી પોલીસે પ્રોહિબીશન એક્ટ મુજબ બંને શખ્શો અને હરિયાણાના બુટલેગર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.