૧૯૪૭થી લઇને ૨૦૧૪ સુધી જમ્મુ-કાશ્મીરમાં ૪ મેડિકલ કોલેજ હતી આજે ૯ છેઃ અમિત શાહ

નવીદિલ્હી, ભારત સરકારે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા સુશાસન સૂચકાંક)નો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કર્યો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા સુશાસન સૂચકાંકનો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કાર્યાલય અને કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર (એલ.જી.) મનોજસિંહ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર જમ્મુ અને કાશ્મીર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આજે જમ્મુ અને કાશ્મીરમાં જે નવી શરૂઆત થઇ છે તે દેશના દરેક રાજ્યમાં આવશે અને પછી દેશના દરેક જિલ્લામાં સુશાસનની એક મજબૂત સ્પર્ધા શરૂ થશે.
સુશાસનને જાે સાચા અર્થમાં પાયાના સ્તર સુધી પહોંચાડવું હોય તો, તેના માટે જિલ્લો એક મહત્વપૂર્ણ એકમ છે અને જ્યાં સુધી જિલ્લામાં જ સુશાસન ના હોય ત્યાં સુધી તેનું કોઇ જ મહત્વ નથી.
અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એલ.જી. મનોજ સિંહ જે પ્રકારે સરકાર ચલાવી રહ્યા છે તેનાથી નવા ભારતની પરિકલ્પનાને અનુરૂપ ઘણું મોટું પરિવર્તન જમ્મુ અને કાશ્મીરમાં જાેવા મળી રહ્યું છે.
આ સુશાસન ઇન્ડેક્સ દ્વારા જિલ્લાઓ વચ્ચે જે સ્પર્ધા થશે તેનાથી જમ્મુ અને કાશ્મીરની સામાન્ય જનતાને ઘણો મોટો લાભ પહોંચશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોની દેખરેખને આ ઇન્ડેક્સમાં સમાવી લેવામાં આવી છે. તેના આધારે હવે જ્યારે તમામ જિલ્લા વચ્ચે સ્પર્ધા થશે ત્યારે સેવાઓના સ્તરમાં પણ સુધારો આવશે અનેતેનાથી જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ મોટું પરિવર્તન આવશે.
અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, મોદી દ્વારા ગુડ ગવર્નન્સની શરૂઆત કરવામાં આવી તે પછી રાજ્યો વચ્ચે એક મજબૂત સ્પર્ધા થઇ હતી અને જમ્મુ-કાશ્મીર જિલ્લા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો છે જે ગવર્નન્સ ઇન્ડેક્સ – ૨૦૨૧ પર આધારિત છે તેની સાથે જ હવે સમગ્ર દેશના જિલ્લાઓ વચ્ચે પણ લોકાભિમુક સુશાસન આપવાની મજબૂત હરીફાઇ થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ઇન્ડેક્સ જિલ્લાના રેન્કિંગ અને તુલનાત્મક ચિત્ર પણ રજૂ કરશે જેથી જિલ્લાઓના કામનું મૂલ્યાંકન કરતી વખતે ખબર પડશે કે કયા ક્ષેત્રમાં વધારે સુધારની જરૂરિયાત છે. જિલ્લા ગુડ ગવર્નન્સ દ્વારા કરવામાં આવેલું મૂલ્યાંકન માળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા માટે એક સારો માપદંડ નક્કી કરશે.
જમ્મુ-કાશ્મીર જિલ્લા સુશાસન સૂચકાંકમાં ૧૧૬ ડેટા આઇટમ સાથે શાસનના ૧૦ ક્ષેત્ર અને ૫૮ સૂચકાંક સામેલ કરવામાં આવ્યા છે જેમાં કૃષિ સેવાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન, પર્યાવરણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષા, સામાજિક કલ્યાણ અને વિકાસ સામેલ છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં વર્ષ ૨૦૧૯માં મોદીના નેતૃત્વમાં એક ખૂબ જ મોટા પરિવર્તનની શરૂઆત થઇ હતી અને જે કાશ્મીરમાં માત્ર ૮૭ ધારાસભ્યો, છ સાંસદો અને ત્રણ પરિવાર જ સત્તામાં ભાગીદાર રહેતા હતા ત્યાં આજે ગ્રામ્ય સ્તરથી લઇને રાજ્ય સુધીના ૩૦ હજાર કરતાં વધારે લોક પ્રતિનિધિઓ જનતાની સેવા કરી રહ્યા છે.
પંચાયત એક્ટના અમલીકરણના પરિણામો આવનારા એક દાયકામાં કાશ્મીરની જનતા સમક્ષ હશે. જમ્મુ-કાશ્મીરની જનતાના ૩૦ હજાર લોક પ્રતિનિધિઓ કાશ્મીર જિલ્લા સૂચકાંકના ૧૧૬ ડેટા આઇટમ અને ૫૮ સૂચકાંક ઇન્ડેક્સ દ્વારા કાશ્મીરનો વિકાસ સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષોમાં ડર છે કારણ કે જમ્મુ-કાશ્મીર તેમના પરિવારોના શકંજામાંથી નીકળીને હવે અહીં પંચાયતી રાજ આવ્યું છે અને તેઓ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી અહીં કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે.
હું આવા લોકોને જણાવી દેવા માંગુ છુ કે, એપ્રિલ ૨૦૧૭ થી ૨૦૧૯ અને ૨૦૧૯થી ૨૦૨૧ સુધીના સમયગાળામાં જાે તુલનાત્મક અભ્યાસ કરીએ તો આંતકવાદી ઘટનાઓમાં ૪૦ ટકા અને મૃત્યુઆંકમાં ૫૭ ટકાનો ઘટાડો થયો છે. આ બાબત બતાવે છે કે, શાંતિનો સંબંધ નવા સુધારાઓ સાથે નહીં પરંતુ પ્રશાસન સાથે છે. જ્યારે જનતાને સારું પ્રશાસન મળે છે ત્યારે તેઓ પોતાની જાતે જ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બની જાય છે.
અમિત શાહે લેફ્ટેનન્ટ ગવર્નર મનોજસિંહાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારની તમામ યોજનાઓમાં આજે જમ્મુ-કાશ્મીર એકથી પાંચ ક્રમ સુધીમાં આવે છે. વિધવા સહાયતાની વાત હોય, વેતન લાભ પહોંચાડવાની વાત હોય.HS