૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુધ્ધના હીરો કર્નલ ધર્મવીરસિંહનું નિધન

નવી દિલ્હી, ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના લોંગેવાલા યુદ્ધના હીરો કર્નલ ધર્મવીરનું સોમવારે ગુરૂગ્રામમાં નિધન થયું હતું. તેમણે ૧૯૯૨ થી ૧૯૯૪ સુધી ૨૩ પંજાબમાં કમાન્ડ કર્યું હતું. એટલું જ નહીં, અક્ષય ખન્નાએ ૧૯૭૭માં આવેલી ફિલ્મ બોર્ડરમાં કર્નલ ધરમવીરની ભૂમિકા ભજવી હતી.
કર્નલ ધરમવીર ૧૯૭૧ના યુદ્ધમાં યુવા અધિકારી હતા. પાકિસ્તાન સાથે લોંગેવાલા યુદ્ધ દરમિયાન તેમની સતર્કતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. ૪ ડિસેમ્બરે બોર્ડર પેટ્રોલિંગ દરમિયાન તેમણે પાકિસ્તાની ટેન્કનો ભારત તરફ આવવાનો અવાજ સાંભળ્યો હતો. આ
સમય દરમિયાન તેઓ કેપ્ટન હતા. તેમણે વરિષ્ઠ અધિકારીઓને આ માહિતી આપી અને વધારાની સેના તૈનાત કરવાની માંગ કરી હતી.
મહત્વપૂર્ણ માહિતી મળ્યા બાદ ભારતીય સેના અને વાયુસેનાએ જરૂરી પગલા લીધા હતા. જાે કે, અધિકારીઓએ તેમને પાકિસ્તાની સેનાને શક્ય હોય એટલું સરહદ પર રોકી રાખવા કહ્યું હતું.
કારણ કે તે રાત્રે વધારાના દળો આવી શક્યા ન હતા. ત્યારબાદ તેમણે સરહદ પર રહીને પાકિસ્તાનની સેનાને જવાબ આપવાનું નક્કી કર્યું હતું.એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તે સમયે બોર્ડર પોસ્ટ પર માત્ર ૨૦-૨૨ સૈનિકો હતા અને તેઓએ આખી રાત પાકિસ્તાની સેનાને બોર્ડર પર રોકી રાખી હતી. સવારે ભારતીય વાયુસેના તેમની મદદ માટે પહોંચી હતી.
બીજા દિવસે બપોર બાદ આ હુમલો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાનની ૧૨ ટેન્ક એર સ્ટ્રાઈકમાં ૧૨ ટેન્ક એન્ટી મિસાઈલ એટેકમાં નાશ પામી હતી. આ સિવાય ભારતે કેટલીક ટેન્કો કબજે કરી હતી.
આ દરમિયાનપાકિસ્તાનના કુલ ૧૦૦ વાહનોને નુકસાન થયું હતું. ત્યારબાદ જ્યારે ભારતીય ટેન્ક ડિવિઝનની રેજિમેન્ટ આગળ આવી તો પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.ss2kp